આજના દિવસે ટાટાએ ‘સિટી ઓફ દિલ્હી’ નામનું ‘લોખંડી વાહન’ બહાર પાડ્યું હતું
ટાટા પાસે દેશમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી ગાડીઓની આખી ફોજ છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ટાટાનું એક વાહન સંપૂર્ણપણે લોખંડથી બનેલું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટાટાના રોડ રોલરની કે જે ટાટાએ ન બનાવ્યું હોત તો આજે દેશમાં રસ્તા બનાવવા મુશ્કેલ થઈ જતા.

ટાટા પાસે દેશમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી ગાડીઓની આખી ફોજ છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ટાટાનું એક વાહન સંપૂર્ણપણે લોખંડથી બનેલું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટાટાના રોડ રોલરની કે જે ટાટાએ ન બનાવ્યું હોત તો આજે દેશમાં રસ્તા બનાવવા મુશ્કેલ થઈ જતા. આઝાદી પછી વર્ષ 1948ની આસપાસ, ટાટા મોટર્સે દેશનું પ્રથમ સ્વદેશી રોડ રોલર બનાવ્યું. આ રોડ રોલર ખૂબ જ ખાસ હતું, કેમ કે તે સમયે ટાટા મોટર્સ ‘ટેલકો’ તરીકે જાણીતી હતી.
‘સિટી ઓફ દિલ્હી’ નામ પડ્યું
ટાટા ગ્રુપે આ હેવી ડ્યુટી રોડ રોલરને ‘સિટી ઓફ દિલ્હી’ નામ આપ્યું. તેની એક ખાસિયત એ હતી કે, તે દેશમાં બનેલું પહેલું સ્વદેશી રોડ રોલર હતું. આ સ્વદેશી રોડ રોલર વરાળ પર ચાલતું હતું. તેનો ફાયદો એ હતો કે, તેને કોલસાથી પણ ચલાવી શકાતું હતું . આ રોડ રોલર દેશના એવા એવા ભાગોમાં પણ પહોંચી જતું કે જ્યાં પેટ્રોલ અને ડીઝલ પણ નહોતું પહોંચતુ.
View this post on Instagram
રોડ રોલરને 1948માં એટલે કે આજના દિવસે 22 એપ્રિલના રોજ પહેલી વાર રસ્તા પર લાવવામાં આવ્યું હતું. જ્યારે આ રોડ રોલર ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલા જમશેદપુર શહેરના રસ્તાઓ પર પહોંચ્યું, ત્યારે તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તે સમયે દેશના લોકો માટે રસ્તા પર આટલું મોટું વાહન દોડતું જોવું એ એક મોટી ઉત્સુકતા હતી.
‘ટાટાનગર’ બનાવવામાં આવ્યું હતું
ટાટા ગ્રુપે અગાઉ ‘ટાટાનગર’ નામની અનોખી ગાડી પણ બનાવી હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે ટાટા ગ્રુપ આર્મીની જરૂરિયાતો માટે ખાસ સ્ટીલ આર્મર પ્લેટ્સ બનાવતુ હતું. તેનો ઉપયોગ બખ્તરબંધ વાહનો અને ટેન્ક બનાવવામાં થતો હતો. બ્રિટિશ સરકારે ટાટાને આ પ્લેટોનો ઉપયોગ કરીને બખ્તરબંધ વાહનો બનાવવાનું કામ સોંપ્યું હતું. ત્યારબાદ ટાટા ગ્રુપે ભારતીય રેલ્વે સાથે મળીને એક ફાઇટિંગ કાર તૈયાર કરી. આ કારમાં ફોર્ડ V8 એન્જિન લગાવવામાં આવ્યું હતું. આ વાહનનું નામ ‘ઇન્ડિયન પેટર્ન કેરિયર’ હતું, પરંતુ વાસ્તવમાં તે ‘ટાટાનગર’ નામથી લોકપ્રિય બન્યું.
