AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs DC, IPL 2025 : દિલ્હીએ લખનૌને 8 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલે સિક્સર ફટકારી અપાવી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2025 | 10:55 PM
Share

આજે 22 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LSG vs DC, IPL 2025 : દિલ્હીએ લખનૌને 8 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલે સિક્સર ફટકારી અપાવી જીત
LSG vs DC

આજે 22 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Apr 2025 10:53 PM (IST)

    DCએ LSGને હરાવ્યું

    DCએ LSGને હરાવ્યું, કેએલ રાહુલે શાનદાર સિક્સર ફટકારી દિલ્હીને અપાવી મોટી જીત

  • 22 Apr 2025 10:51 PM (IST)

    કેએલ રાહુલની ફિફ્ટી

    કેએલ રાહુલની ફિફ્ટી, IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી 5 હજાર રન પૂરા કર્યા

  • 22 Apr 2025 10:20 PM (IST)

    પોરેલ ફિફ્ટી ફટકારી આઉટ

    દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100 ને પાર, અભિષેક પોરેલ ફિફ્ટી ફટકારી થયો આઉટ

  • 22 Apr 2025 09:53 PM (IST)

    દિલ્હીનો સ્કોર 50 ને પાર

    દિલ્હી કેપિટલ્સનો સ્કોર 50 ને પાર, કેએલ રાહુલ-અભિષેક પોરેલની મજબૂત બેટિંગ

  • 22 Apr 2025 09:37 PM (IST)

    દિલ્હીને પહેલો ઝટકો

    દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો, કરુન નાયર 15 રન બનાવી થયો આઉટ, માર્કરામે કર્યો ક્લીન બોલ્ડ

  • 22 Apr 2025 09:08 PM (IST)

    દિલ્હીને જીતવા 160 નો ટાર્ગેટ

    લખનૌ સુપર જાયન્ટસે દિલ્હી કેપિટલ્સને જીતવા 160 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં બદોનીએ ત્રણ બાઉન્ડ્રી ફટકારી બાદમાં ચોથા બોલ પર થયો ક્લીન બોલ્ડ, રિષભ પંત અંતિમ બે બોલ રમવા ક્રિઝ પર આવ્યો અને એક પણ રન ન બનાવી શક્યો અને અંતિમ બોલ પર ક્લીન બોલ્ડ થયો. મુકેશ કુમારે અંતિમ ઓવરમાં બે વિકેટ લીધી. મેચમાં મુકેશ કુમારે ચાર વિકેટ લીધી.

  • 22 Apr 2025 08:37 PM (IST)

    એક ઓવરમાં બે ઝટકા

    લખનૌ સુપર જાયન્ટ્સને એક જ ઓવરમાં બે ઝટકા, મુકેશ કુમારે સમદ બાદ માર્શને કર્યો આઉટ, મુકેશ કુમારે મિચેલ માર્શને કર્યો ક્લીન બોલ્ડ

  • 22 Apr 2025 08:32 PM (IST)

    મુકેશ કુમારે દિલ્હીને ત્રીજી સફળતા અપાવી

    લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, અબ્દુલ સમદ માત્ર 2 રન બનાવી થયો આઉટ, મુકેશ કુમારે લીધી વિકેટ

  • 22 Apr 2025 08:20 PM (IST)

    સ્ટાર્કે પૂરનને કર્યો ક્લીન બોલ્ડ 

    લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો, નિકોલસ પૂરન 9 રન બનાવી થયો આઉટ, સ્ટાર્કે પૂરનને કર્યો ક્લીન બોલ્ડ

  • 22 Apr 2025 08:15 PM (IST)

    LSGને પહેલો ઝટકો

    લખનૌ સુપર જાયન્ટ્સને પહેલો ઝટકો, માર્કરામની ફિફ્ટી ફટકારી થયો આઉટ

  • 22 Apr 2025 08:06 PM (IST)

    માર્કરામની ફિફ્ટી

    માર્કરામની મજબૂત ફિફ્ટી, 9 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 82-0

  • 22 Apr 2025 07:54 PM (IST)

    LSGનો સ્કોર 50 ને પાર

    લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 50 ને પાર, માર્કરામ-માર્શની મજબૂત બેટિંગ, પાવરપ્લે પૂરો, પાવરપ્લેમાં લખનૌએ કોઈ વિકેટ ન ગુમાવી, મિચેલ માર્શ અને એઈડન માર્કરામ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ. 6 ઓવર બાદ LSG નો સ્કોર 51-0

  • 22 Apr 2025 07:24 PM (IST)

    દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો

    દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી

  • 22 Apr 2025 06:48 PM (IST)

    આતંકવાદ સામે આખો દેશ એકજૂટ, સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએઃ રાહુલ ગાંધી

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં પ્રવાસીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું- હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. આખો દેશ આતંકવાદ સામે એકજૂટ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ. જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે જીવ ન ગુમાવે”.

  • 22 Apr 2025 06:25 PM (IST)

    પીએમ મોદીની સુચનાએ ગૃહમંત્રી અમિત શાહ તાબડતોબ પહોચશે જમ્મુ-કાશ્મીર, કહ્યું- આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે તેઓ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી દુખી છે. મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે. આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં નહીં આવે, અમે ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હું તમામ એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જવા રવાના થઈશ.

  • 22 Apr 2025 05:06 PM (IST)

    આ વખતે UPSC માં 26 ગુજરાતીઓ પાસ, ટોપ-30માં 3 ગુજરાતીઓએ માર્યુ મેદાન

    આ વર્ષે સૌથી વધુ ગુજરાતીઓ UPSC માં પાસ થયા છે. ગુજરાતનાં 26 વિદ્યાર્થીઓ UPSC માં પાસ થયા છે. જેમાં યુપીએસસી ટોપ-30 માં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. UPSC – 2024નું જાહેર થયેલ પરિણામ ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે. યુપીએસસી ટોપ-30 માં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ગુજરાતની હર્ષિતા શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં બીજા ક્રમાંકે આવી છે. તો માર્ગી શાહે UPSC માં ચોથો ક્રમાંક મેળવ્યો છે. સ્મિત પંચાલે UPSC માં 30 મોં ક્રમાંક મેળવ્યો છે. પહેલીવાર ટોપ 30 માં ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતનાં ઝળક્યા છે.  પરિણામ આવ્યા બાદ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ કરી ઉજવણી. SPIPAમાં સફળ વિદ્યાર્થીઓએ ઢોલ નગારાના તાલે ગરબા ગાઈને ઉજવણી કરી હતી.

  • 22 Apr 2025 05:01 PM (IST)

    પંચમહાલમાં બે બાઈક વચ્ચે અકસ્માત, 2 ના મોત, 4 ઈજાગ્રસ્ત

    પંચમહાલ બે બાઈક વચ્ચે અકસ્માત, 2 ના મોત થયા છે જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ગંભીર ઇજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો છે. ઇજાગ્રસ્ત તમામ ને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. છકડીયા- રીછરોટા વચ્ચે માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર લોકો છકડીયા ગામે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો.

  • 22 Apr 2025 03:28 PM (IST)

    જમ્મુ-કાશ્મીર: પહેલગામના બાઇસનમાં આતંકવાદી હુમલો, પ્રવાસીઓને વાગી ગોળી

    જમ્મુ કાશ્મીરના પહેલગામ નજીક પર્વતીય ક્ષેત્ર બાઈસનમાં આતંકી હુમલો થયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનાની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી હુમલામાં બે પ્રવાસીઓ ઘાયલ થયા છે.

  • 22 Apr 2025 03:22 PM (IST)

    ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય, 7-12ના ઉતારામાં એક કરતા વધુ સહમાલિકો હોય તો વીજ જોડાણ મેળવવા બધાની સંમતિની જરૂર નહીં

    વીજ જોડાણ મેળવવાની પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ હોય તો નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહે છે. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી. આથી ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યશ્રીઓની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તે મુજબ હવેથી સહમાલીકના સંમતિ પત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે.

  • 22 Apr 2025 02:18 PM (IST)

    રાશનકાર્ડમાં E-KYC કરવામાં અમદાવાદ સૌથી પાછળ

    રાશનકાર્ડમાં E-KYC કરવામાં અમદાવાદ સૌથી પાછળ છે. 30 એપ્રિલ સુધીની જ સમયસીમા હોવા છતાં હજુ કતારો જોવા મળી રહી છે. રાશનકાર્ડ ધારકો E-KYC કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. નામ કમી, મોબાઈલ નંબર સહિતના સુધારા માટે લાંબી કતારો લાગી છે. સર્વર ડાઉન, કર્મચારીઓનો અભાવ, અપૂરતી વિન્ડોને લઈને સમસ્યા સર્જાઇ રહી છે. 50 ટકા રાશનકાર્ડ ધારકો હજુ પણ પ્રક્રિયામાંથી બાકાત છે.

  • 22 Apr 2025 01:38 PM (IST)

    અમરેલીમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલટનું મોત

    અમરેલીઃ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશમાં 19-20 વર્ષના પાયલોટનું મોત થયુ છે. ખાનગી કંપનીનું મિની પ્લેન ક્રેશ થયું. પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થતા આગ લાગી હતી.

  • 22 Apr 2025 12:18 PM (IST)

    ગાંધીનગર: અનુરાગ કશ્યપની ટિપ્પણી સામે બ્રાહ્મણ સમાજમાં રોષ

    ગાંધીનગર: અનુરાગ કશ્યપની ટિપ્પણી સામે બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અનુરાગ કશ્યપે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. અનુરાગ કશ્યપ બ્રાહ્મણ સમાજની માફી માગે તેવી માગ કરવામાં આવી છે.

  • 22 Apr 2025 12:00 PM (IST)

    મોરબી: હત્યા કરાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

    મોરબી: હત્યા કરાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. નાનીવાવડી ગામના તળાવની પાળ પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. યુવાનના શરીરના અલગ-અલગ ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. મૃતક યુવાન નાનીવાવડી ગામનો જ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી હત્યારાઓની શોધખોળ હાથ ધરી. CCTV મેળવવાની પોલીસ દ્વારા તજવીજ શરૂ કરી છે.

  • 22 Apr 2025 11:42 AM (IST)

    અમદાવાદ: જુહાપુરામાં જાહેરમાં મારામારી

    અમદાવાદ: જુહાપુરામાં જાહેરમાં મારામારી થઇ છે. બી વોર્ડ કબ્રસ્તાન પાસે મારામારી થઇ.અંગત કારણોસર બે પક્ષો આમને સામને આવી ગયા. લાકડી અને છરી વડે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.

  • 22 Apr 2025 10:51 AM (IST)

    દાહોદઃ NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી આગ

    દાહોદઃ NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. દાહોદના ભાટીવાડા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં આગ લાગી. 12 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે. ગોધરા અને છોટાઉદેપુરના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. SP, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો. આગ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.

  • 22 Apr 2025 09:08 AM (IST)

    સુરેન્દ્રનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી

    સુરેન્દ્રનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડીઝલમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે. ડીઝલમાં ભેળસેળ કરીને ગેરકાયદે રીતે વેચાણ કરતા હતા. વૃંદાવન હોટલમાંથી 1 હજાર 500 લિટર ડીઝલ જપ્ત કરાયુ છે. ટ્રક, 2 ટેન્કર સહિત કુલ 6 લાખ 55 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ઝડપાયેલા 5 સહિત કુલ 8 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.

  • 22 Apr 2025 08:59 AM (IST)

    રાજકોટઃ પાણીના ટાંકામાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત

    રાજકોટઃ પાણીના ટાંકામાં પડી જવાથી 5 વર્ષના બાળકનું મોત થયુ છે. જેતપુરના ધોરાજી રોડ પરના જલારામ નગરનો આ બનાવ છે. ઘરના ફળિયામાં જમીન પરના પાણીના ટાંકામાંથી મળ્યો મૃતદેહ બાળક રમતા-રમતા ટાંકામાં પડી ગયાનું અનુમાન છે. બાળકના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો. ત્રણ બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે. જેતપુર ઉદ્યોગ નગર પોલીસે તપાસ હાથ ધરી.

  • 22 Apr 2025 07:34 AM (IST)

    દાહોદ : ભાટીવાડામાં ભીષણ આગથી અફરાતફરી

    દાહોદ : ભાટીવાડામાં ભીષણ આગથી અફરાતફરી મચી છે. નિર્માણાધીન NTPC કંપનીના પ્રોજેક્ટમાં આગ લાગી. NTPC કંપની દ્વારા સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે. દાહોદ ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટનાસ્થળે છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા છે.

  • 22 Apr 2025 07:33 AM (IST)

    અમદાવાદ: સાણંદના કલ્હાર બ્લુ ગ્રીનના બંગલોમાં પોલીસના દરોડા

    અમદાવાદ: સાણંદના કલ્હાર બ્લુ ગ્રીનના બંગલોમાં પોલીસે દરોડા પાડ્યા છે. દારૂની મહેફિલ સાથે IPL મેચ પર સટ્ટો રમાતો હોવાનો પર્દાફાશ થયો છે. LCBએ સાત લોકોની ધરપકડ કરી છે. બંગલામાંથી 26 દારૂની બોટલ અને 4 બિયરના ટીન પણ મળી આવ્યા. 13 મોબાઈલ, 5 વાહન સહિત 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સમગ્ર કેસમાં 3 જુદી-જુદી ફરિયાદ નોંધવામાં આવી છે. કુલ ૩૩ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

Published On - Apr 22,2025 7:29 AM

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">