વિદેશથી મોદી અને દિલ્હીથી શાહ એક્શનમાં આવતા જ પાકિસ્તાન ગભરાયું, પહેલગામ હુમલા મુદ્દે ભારત આપશે જડબાતોડ જવાબ !
સાઉદી અરેબિયાથી પીએમ મોદીએ, ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરીને જરૂરી સુચનાઓ આપી છે, તેને લઈને ફરી કંઇક મોટું થવાનો ભય સેવાઈ રહ્યો છે. જે પ્રકારે વિદેશથી પીએમ અને દિલ્હીથી શાહે આ આતંકી ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓને દિશા નિર્દેશ અને જરૂરી આદેશ આપ્યા છે તેને લઈને પાકિસ્તાન પણ ગભરાઈ ઉઠ્યું છે.

કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે અને ટૂંક સમયમાં તેઓ કાશ્મીર પહેલગામની મુલાકાતે પહોચશે. આ હુમલામાં સત્તાવાર રીતે એક પ્રવાસીનું મોત થયું હતું અને 13 લોકો ઘાયલ થયા છે. જો કે બિનસત્તાવાર મૃત્યુઆંક મોટો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે સાઉદી અરેબિયાથી પીએમ મોદીએ, ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરીને જરૂરી સુચનાઓ આપી છે, તેને લઈને ફરી કંઇક મોટું થવાનો ભય સેવાઈ રહ્યો છે. જે પ્રકારે વિદેશથી પીએમ અને દિલ્હીથી શાહે આ આતંકી ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓને દિશા નિર્દેશ અને જરૂરી આદેશ આપ્યા છે તેને લઈને પાકિસ્તાન પણ ગભરાઈ ઉઠ્યું છે.
પાકિસ્તાનમાં ફફડાટ
પહેલગામ આતંકી હુમલા બાદ મોદી સરકાર તાબડતોબ એક્શનમાં આવી ગઈ છે. ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં સંબધિત સુરક્ષા એજન્સીઓના વડાઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં IB, RAW, ગૃહ સચિવ અને ડેપ્યુટી NSA સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ પણ, આજે જ ટૂંક સમયમાં પહેલગામ જવાના છે.
પહેલગામમા નિઃશસ્ત્ર અને લાચાર પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલાની ઘટનાની ચારેબાજુ ટીકા થઈ રહી છે. અનંતનાગ જિલ્લાના બૈસારન ઘાટીના ઉપરના વિસ્તારોમાં પ્રવાસીઓ મજા માણી રહ્યાં હતા, ત્યારે અચાનક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો.
જે પ્રકારે હુમલો કર્યો તેને લઈને વળતો ઘા કરાશે
આતંકવાદીઓએ ગોળી મારતા પહેલા પ્રવાસીઓના નામ અને સ્થળ પૂછ્યા હતા. આ ઘટનામાં એક પ્રવાસીનું મોત થયું છે, જ્યારે 13 ઘાયલ થયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી અને તેમને ઘટનાસ્થળની મુલાકાત લેવા કહ્યું. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશથી અને ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી સક્રિય થયા છે તે સ્થિતિમાં તો એવું લાગે છે કે ભારત આ વખતે પાકિસ્તાનને છોડવાના મૂડમાં નથી. કદાચ આવનારા દિવસોમાં ભારત પહેલગામ હુમલા બાદ પણ પુલવામાં એટેક બાદ જે રીતે પાકિસ્તાન પર ત્રાટક્યું હતું તેવી જ કાર્યવાહી ફરીથી કરે તો નવાઈ નહીં.
કાશ્મીરમાં સૈન્ય સહિત સુરક્ષા એજન્સી એલર્ટ
જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટનાની નિંદા કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે IBએ પહેલા જ સુરક્ષા એજન્સીઓને ઈનપુટ આપી દીધા હતા કે પ્રવાસીઓને આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે. આ ઘટના બાદ તમામ આતંકીઓ ફરાર થઈ ગયા છે. જો કે સમગ્ર વિસ્તારને સેનાએ ઘેરી લીધો છે. આતંકીઓ કઈ દિશામાં ભાગ્યા છે તે જોવા માટે હેલિકોપ્ટરથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
જમ્મુ કાશ્મીરનુ સમગ્ર અર્થતંત્ર પ્રવાસન પ્રવૃતિ પર નિર્ભર
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાના આ સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીર ખીણમાં પ્રવાસની મોસમ હોય છે. આ દિવસોમાં દેશભરના પ્રવાસીઓ મોટી સંખ્યામાં જમ્મુ કાશ્મીર જતા હોય છે. આવા સમયે પ્રવાસીઓને નિશાન બનાવીને આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓમાં પણ ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે જમ્મુ કાશ્મીરના અર્થતંત્રમાં પ્રવાસન ક્ષેત્રનો બહુ મોટો ફાળો રહ્યો છે.
જો પ્રવાસન પ્રવૃતિ અટકી જાય તો જમ્મુ કાશ્મીરની આર્થિક સ્થિતિ કથળવા લાગે. જાણકરોનું કહેવું છે કે, આતંકવાદીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કરીને એવો એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ હાલમાં પણ જમ્મુ કાશ્મીરમાં પ્રવૃતમય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ભારતીય સૈન્ય, અર્ધસુરક્ષા દળ સતત આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી રહી છે.
પહેલગામ હુમલા બાદ ભારત એક્શનમાં
જ્યાં સુધી પહેલગામ અને પુલવામા હુમલાની સરખામણીનો સંબંધ છે, બંનેને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. 2019ના પુલવામા હુમલામાં CRPFના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે મંગળવારે પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં બાલાકોટ એરસ્ટ્રાઈક જેવું ઓપરેશન અત્યારે દેખાતું નથી. પરંતુ મોદી-શાહની જોડીની સંભવિત ચાલની આગાહી કરવી મુશ્કેલ છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.