AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવા

ગોવા

ભારતના કોંકણ ક્ષેત્રમાં આવેલ ગોવા એ દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. દરિયાકાંઠાનું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું અને વસ્તીની દ્રષ્ટિએ ચોથું સૌથી નાનું રાજ્ય છે.

ગોવા તેના સુંદર દરિયાકિનારા અને પ્રખ્યાત સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. ગોવા અગાઉ પોર્ટુગલની વસાહત હતી. પોર્ટુગીઝોએ લગભગ 450 વર્ષ સુધી ગોવામાં શાસન કર્યું અને તેને 19 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય વહીવટીતંત્રને સોંપવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશને 1987માં પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બંદર શહેર હોવાને કારણે, પ્રાચીન સમયમાં, ડચ, બ્રિટિશ અને પોર્ટુગીઝ સહિત વિવિધ વિદેશી સત્તાઓએ આ પ્રદેશ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આટલા લાંબા સમય સુધી વિદેશી આધિપત્ય હેઠળ રહેવાના પરિણામે, ગોવાના વિવિધ પાસાઓ જેમાં તેનું સ્થાપત્ય, ભોજન, નગર આયોજન પોર્ટુગીઝ અને ડચ શૈલીઓ જેવું લાગે છે. ગોવા તેના દરિયાકિનારા અને ચર્ચ માટે વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે. જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. ગોવામાં નવા વર્ષની શરૂઆતમાં પ્રવાસીઓની અવરજવર વધે છે, જે તેના દરિયાકિનારાની સુંદરતા માટે પ્રખ્યાત છે.

Read More

દિલ્હી વિસ્ફોટ બાદ, દેશના પાંચ એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી

મુંબઈથી વારાણસી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ઉડાન દરમિયાન બોમ્બ હોવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. આ પછી, વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

PM મોદીએ INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી, પાકિસ્તાનને સંભાળવ્યો આ સંદેશ

વડાપ્રધાન મોદીએ આ વર્ષની દિવાળી ગોવામાં INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે ઉજવી છે. INS વિક્રાંત પર સૈનિકોને સંબોધતા, પીએમ મોદીએ પાકિસ્તાનને સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે આપણી ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચેના અસાધારણ સંકલનથી પાકિસ્તાનને રેકોર્ડ સમયમાં શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી.

‘ગોવા’ જતાં પહેલા ચેતી જજો, અમદાવાદની મહિલાએ ધ્રુસકે-ધ્રૂસકે રડી જણાવી આપવીતી – જુઓ Video

ગોવા હંમેશા પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ રહ્યું છે પરંતુ રેન્ટલ બાઇક અને કેબને લગતા અનેક વિવાદો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરે છે કે, અહીંયા પ્રવાસીઓ અસલામતીનો સામનો કરી રહ્યા છે.

Breaking News : ભારતને 23 વર્ષ પછી વર્લ્ડ કપની મેજબાની મળી, 90 થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે

ભારતમાં 23 વર્ષ બાદ ચેસ વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યું છે. ગોવામાં 30 ઓક્ટોમ્બર થી 27 નવેમ્બરના રોજ ચેસ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે.90 થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે.

History of city name : ગોવાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગોવા ભારતનું સૌથી નાનું રાજ્ય છે વિસ્તારના હિસાબે, જ્યારે વસ્તી પ્રમાણે તે ચોથા ક્રમે આવે છે. દેશના પશ્ચિમ કિનારે આવેલું આ રાજ્ય “કોંકણ વિસ્તાર”માં સ્થિત છે. તેની ઉત્તર દિશામાં મહારાષ્ટ્ર, પૂર્વ અને દક્ષિણ બાજુએ કર્ણાટક છે, જ્યારે પશ્ચિમ તરફ તેનું તટ અરબી સમુદ્ર સાથે જોડાયેલું છે.

ગોવામાં અમલી બન્યા નવા કાયદા, રસ્તા પર રાંધવા, ભીખ માંગવા, બીચ પર મસાજ કરાવા પર પ્રતિબંધ

ગોવાના મુખ્યમંત્રીએ નવા નિયમો જાહેર કર્યાં છે. ગોવાના સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને થતી ખલેલને રોકવા માટે આ નવા નિયમો અમલમાં લાવવામાં આવ્યા હોવાનું જણાવાયુ છે. ગોવામાં બીચ પર મસાજ કરવા, ભીખ માંગવા, રસ્તા પર રસોઈ કરવા, ટાઉટિંગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો, ફક્ત બોડી કેમેરા ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જ વાહન ચાલકને ચલણ ઈસ્યું કરી શકશે. 

Champions Trophy : ગોવામાં ભારત-બાંગ્લાદેશ મેચ પર સટ્ટો રમતા ત્રણ ગુજરાતીની પોલીસે કરી ધરપકડ

ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ પર ગોવામાં સટ્ટો રમાઈ રહ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે એક ઘર પર દરોડા પડ્યા અને ઘટનાસ્થળેથી ત્રણ યુવાનોની ધરપકડ કરી. તેમની પાસેથી એક લેપટોપ અને ચાર મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.

Beer પીવા ગુજરાતથી ગોવા અને દમણ જનારા લોકો માટે ખુશખબર ! અહીં લોન્ચ થઈ 2 નવી ફ્લેવર્ડ બીયર

UBL Flavored Beers: ફ્લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર છે. દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ફ્લેવર્ડ બીયરનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્લેવર્ડ બીયર લોન્ચ કર્યા છે.

Travel With Tv9 : ભારતના આ 6 સ્થળો હનીમૂન માટે છે સૌથી બેસ્ટ, 1 લાખથી પણ ઓછો થશે ખર્ચ, જુઓ તસવીરો

લગ્ન પછી દરેક કપલ હનીમૂન માટે ખાસ જગ્યાએ ફરવા જવાની ઈચ્છા ધરાવે છે. ત્યારે વિદેશમાં નહીં ભારતમાં કેટલીક અદ્ભૂત સ્થળો આવેલા છે જ્યાં તમે ઓછા ખર્ચે હનીમૂન માટે ભારતની બેસ્ટ જગ્યા પર ફરવા જઈ શકો છો. તો આજે આપણે જાણીશું કે 1 લાખથી પણ ઓછા ખર્ચમાં તમે ક્યાં ફરવા જઈ શકો છો.

Ranveer Allahbadia: ફેમસ યુટ્યુબર અને તેની ગર્લફેન્ડ મરતા મરતા બચ્યા ! IPS અધિકારીએ બન્નેને દરિયામાં ડૂબતા બચાવી લીધા

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા હાલમાં તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં એન્જોય કરી રહ્યો છે. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે ખરાબ અનુભવ શેર કર્યો છે. રણવીર જ્યારે તેની ગર્લફ્રેન્ડ સાથે દરિયામાં તરવા ગયો ત્યારે બન્ને અચાનક ડૂબવા લાગ્યા હતા.

15 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ અભિનેત્રીએ કરોડપતિ બિઝનેસમેન સાથે ગોવામાં લગ્ન કર્યા, જુઓ ફોટો

સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશે 12 ડિસેમ્બરના રોજ બિઝનેસમેન એન્ટની થટીલ સાથે લગ્ન કર્યા છે. બંન્ને ગોવામાં સાત ફેરા લીધા છે, લગ્નના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિા પર વાયરલ થઈ રહ્યા છે.

Travel With Tv9 : મિત્રો સાથે ગોવા ફરવા જવા ઈચ્છો છો ? આ રહ્યો તમારો બજેટ ફ્રેન્ડલી ટ્રીપ પ્લાન, જુઓ ફોટા

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં ગોવા ફરી શકાય.

55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો સમાપન સમારોહના જુઓ ફોટો

55માં ભારતીય આંતરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનાવિજેતાઓનું લિસ્ટ જોઈએ તો, શ્રેષ્ઠ અભિનેતા પુરૂષ- એડમ બેસા,શ્રેષ્ઠ વેબ સિરીઝ- લંપન ,ગોલ્ડન પીકોક એવોર્ડ- 'ટોક્સિક',શ્રેષ્ઠ અભિનેત્રી - વેસ્ટા માટુલિટે અને ઈવા રુપેકાઈટ ,શ્રેષ્ઠ દિગ્દર્શક- બોગદાન મુરેસાનુ ,બેસ્ટ ડેબ્યુ ફીચર ફિલ્મ - અમેરિકન ડિરેક્ટર સારાહ ,ભારતીય ફિલ્મ પર્સનાલિટી 2024- વિક્રાંત મેસી

Travel Tips : ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ હોટ ડેસ્ટિનેશન પરફેક્ટ ઓપ્શન છે

શિયાળામાં મોટા ભાગના લોકો કાંઈ ફરવાનો પ્લાન બનાવતા હોય છે. ડિસેમ્બર મહિનામાં જો તમે ટ્રિપ પ્લાન કરી રહ્યા છો, તો ચાલો આજે તમને જણાવીશું શિયાળાની કડકડતી ઠંડીમાં ફરવા માટેના બેસ્ટ સ્થળ ક્યા છે.

g clip-path="url(#clip0_868_265)">