Mango: કેરી સાથે ક્યારેય ન ખાઓ આ 5 વસ્તુઓ, સારી હોવા છતાં કરશે નુકસાન
Mango: જો તમે પણ કેરી ખાવાના શોખીન છો અને તેને ગમે ત્યારે ગમે તે વસ્તુ સાથે ખાઓ પછી ભલે તે બપોરનું ભોજન હોય કે રાત્રિભોજન, તો સાવધાન રહો. તમારી આ આદત તમને બીમાર કરી શકે છે.

ફળોનો રાજા કેરી મોટાભાગના લોકોનું પ્રિય ફળ છે. જે લોકોને તેનો સ્વાદ ગમે છે તેઓ તેને ખાવા માટે બહાના શોધતા રહે છે. પરંતુ અમુક વખતે કેરી સાથે વિરોધ આહાર ખવાય જાય તો ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.

દહીં: કેરી સાથે દહીં ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આનું કારણ એ છે કે બંને વસ્તુઓની અસર અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં, તેનું એકસાથે સેવન કરવાથી ગેસ, અપચો અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત, જ્યારે ગરમ અને ઠંડા પ્રકૃતિના પદાર્થો એકસાથે ભળે છે, ત્યારે તે ત્વચા પર ફોલ્લાઓ અથવા એલર્જીનું કારણ પણ બની શકે છે.

મસાલેદાર ખોરાક: તીખા, ગરમ મસાલા જેવા મસાલેદાર ખોરાક અથવા કેરી સાથે તળેલા ખોરાક ખાવાથી પેટમાં બળતરા અથવા એસિડિટી થઈ શકે છે.

ઠંડા પીણાં: કેરી ખાધા પછી તરત જ ઠંડુ પાણી, ઠંડા પીણા પીવાથી અથવા આઈસ્ક્રીમ ખાવાથી પાચનતંત્ર ધીમું થઈ શકે છે. જેના કારણે પેટ ફૂલી શકે છે. આ ઉપરાંત કેરી અને કોલ્ડ્રીંક બંને અત્યંત મીઠા હોય છે. તેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ખાંડનું લેવલ અચાનક વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ; કેરી સાથે ચિપ્સ, બર્ગર અથવા જંક ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે અને વ્યક્તિને પેટ ફૂલેલું અથવા ભારેપણું અનુભવાઈ શકે છે.

સાઇટ્રસ ફળો: કેરીમાં કુદરતી સુગર જોવા મળે છે જે વિટામિન સીથી ભરપૂર હોય છે. તેની સાથે નારંગી, લીંબુ જેવા ખાટા ફળોનું સેવન કરવાથી શરીરમાં એસિડનું સ્તર ખૂબ વધી શકે છે. જેના કારણે વ્યક્તિને એસિડિટી, હાર્ટબર્ન, ગેસ અને કબજિયાત જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.

સલાહ: હંમેશા એકલી કેરી ખાઓ અથવા તમે તેને રોટલી, શાકભાજી કે સલાડ જેવા હળવા ખોરાક સાથે ખાઈ શકો છો. કેરી ખાધા પછી 1-2 કલાક સુધી ભારે કંઈપણ ખાવાનું ટાળો. પાકેલા અને તાજા કેરી જ ખાઓ. કારણ કે કાચી કેરી પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. કેરી સાથે હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
