Women’s health : પીરિયડ્સ વહેલા અને મોડા આવવાના કારણે મહિલાઓ આ રોગની ઝપેટમાં આવી શકે છે
પીરિયડ્સ વહેલા આવવા કે સમય કરતાં મોડા આવવા પાછળ અનેક હેલ્થ સાથે જોડાયેલા કારણો છે. જો સમયસર આને ધ્યાનમાં ન લીધું તો મહિલાઓ કેટલાક રોગની ઝપેટમાં આવી શકે છે.

મહિલાઓમાં હંમેશા પોતાના પીરિયડ્સને લઈ ચિંતા રહે છે. ક્યારેક ક્યારેક આ સમસ્યા લાઈફસ્ટાઈલમાં થતાં ફેરફારનું કારણ પણ બની શકે છે. જો આ સમસ્યા વારંવાર થાય છે તો ચિંતાનો વિષય બની શકે છે. પીરિયડ્સ અનિયમિત આવવા મહિલાઓની માનસિક સ્થિતિ પર પ્રભાવ કરી શકે છે.જેનાથી તે શારીરિક અને માનસિક બંન્ને મુશેકલ થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ કહે છે કે, અનિયમિત પીરિયડ ઘણા કારણોસર હોઈ શકે છે, જેમ કે હોર્મોનલ અસંતુલન, માનસિક તણાવ, થાઇરોઇડ સમસ્યાઓ અથવા PCOS જેવા રોગો. તેમજ ગંભીર હેલ્થ સમસ્યાના સંકેત પણ હોય શકે છે.

પીરિયડ્સ અનિયમિત આવવા પાછળ અનેક કારણો હોય શકે છે. જેમાં કેટલીક બિમારીઓ આનું મુખ્ય કારણ હોય શકે છે. કેટલીક બીમારીઓ વિશે કહેવામાં આવ્યું કે, આ પીરિયડ્સ અનિયમિતતાનું કારણ બની શકે છે.

પીસીઓએસ એક હોર્મોનલ સમસ્યા છે. જે અંડાશયમાં સિસ્ટ બની જાય છે. હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. જેનાથી મહિલાઓના પીરિયડ્સનું ચ્રક પ્રભાવિત થાય છે. અને પીરિયડ અનિયમિત થઈ જાય છે. આ સિવાય પીસીઓએસના અન્ય લક્ષણોમાં મોટાપો, ચેહરા પર ખીલ અણગમતા વાળ વગેરે સામેલ છે.

થાઈરોડ ગ્રંથિનું અસંતુલિત થવું પીરિયડ્સ પર પ્રભાવ કરી શકે છે. જો મહિલાઓને હાઈપોથાયરોઈડિઝમ કે પછી હાઈપરથાયરોઈડિઝમ થાય છે. પીરિયડ્સ મોડા આવવાનું કારણ બની શકે છે.થાઈરોડ હોર્મોનનું અસંતુલન શરીરમાં અનેક બદલાવ લાવી શકે છે. જે પીરિયડ્સ પર અસર કરે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન પીરિયડ્સ બંધ થઈ જાય છે, ક્યારેક કસુવાવડને કારણે પીરિયડમાં વિલંબ પણ થઈ શકે છે, કારણ કે શરીરના હોર્મોનલ સંતુલનને અસર થાય છે.

માનસિક તણાવ અને ચિંતા પણ મહિલાઓના પીરિયડસની અનિયમિતતાનું કારણ બની શકે છે.તણાવમાં હોર્મોનલ અસંતુલન ઉત્પન્ન કરે છે. જેનાથી પીરિયડસ મોડા આવી શકે છે. માનસિક સ્થિતિ શારીરિક સ્વાસ્થ પર પણ ઉંડો પ્રભાવ પાડે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
