આજનું હવામાન : ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ ! આ જિલ્લાઓમાં ઉંચકાશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. આજે હવે ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની આગાહી કરવામાં આવી છે. સતત ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે જેના કારણે કેટલાય સ્થળોએ તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. આજે હવે ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની આગાહી કરવામાં આવી છે. સતત ત્રણ દિવસથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે જેના કારણે કેટલાય સ્થળોએ તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે. આગામી 22 થી 24 એપ્રિલ સુધી હવામાન વિભાગની આગાહી મુજબ ગરમી પડશે. ત્યારબાદ ગરમીમાં ક્રમશ ઘટાડો થઈ શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના કેટલાક શહેરોમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મોરબી, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભરૂચ, જુનાગઢ, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાવનગર, ડાંગ, દેવભૂમિદ્વારકા, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડશે. સુરેન્દ્રનગર, ચોટીલા આસપાસના વિસ્તારોમાં ડમરીઓ ઉડવાની આગાહી કરાઈ છે. તો સાથે જ પાટણ આસપાસના વિસ્તારોમાં પણ ડમરીઓ ઉડી શકે છે.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

