CSK Qualification Scenario: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 6 મેચ હારી, હવે તે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે? જાણો
IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 8માંથી 6 મેચ હારી ચૂકી છે. તેના માટે પ્લેઓફનો રસ્તો લોંખડના ચણા ચાવવા બરાબર છે.સીએસકે હાલમાં પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે સૌથી નીચે 10માં સ્થાને છે.

આઈપીએલ 2025માં અત્યારસુધી ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું છે. ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે. જેમાંથી માત્ર 2 મેચમાં જીત મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સને રવિવારે 20 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સીઝનમાં 6 મેચ હારી ચૂકેલી ચેન્નાઈની સામે હવે મોટો સવાલ એ છે કે, તેની ટીમ પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે. ટોપ-4માં પહોંચવા માટે તેમણે શું કરવું પડશે. ચાલો જાણીએ.

આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં સૌથી નીચે 10માં સ્થાને છે. ટીમ 8 માંથી 6 મેચ હારી છે. માત્ર 2 મેચમાં જીત મેળવી છે. હવે ચાહકોના મનમાં એક સવાલ છે કે, ચેન્નાઈની ટીમ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે. પરંતુ હજુ ધોનીની ટીમ પ્લેઓફની રેસમાં હજુ પણ છે. પરંતુ સીએસકે હજુ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

તેના માટે તેમણે બાકી રહેલી તમામ મેચ જીતવી પડશે.પરંતુ સીએસકેનું આ સીઝનમાં અત્યારસુધી પ્રદર્શન સારું રહ્યું નથી. તેને જોઈ લાગે છે કે, આ કામ ચેન્નાઈની ટીમ માટે અધરું છે. જો ચેન્નાઈની ટીમ એક પણ મેચ હારે છે. તો તેના માટે પ્લેઓફનો રસ્તો બંધ થઈ જશે.

તમને જણાવી દઈએ કે હજુ પણ કોઈ ગેરંટી નથી કે CSK 16 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. હાલમાં પોઈન્ટ ટેબલમાં 5 ટીમો છે જેમના 10 પોઈન્ટ છે અને તે બધી ટીમોએ ઓછામાં ઓછી 6 કે 7 વધુ મેચ રમવાની છે. જો તે તેમાંથી 3 મેચ પણ જીતી જાય, તો તે સરળતાથી 16 પોઈન્ટ સુધી પહોંચી જશે.

સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે તમામ મેચમાં જીત મેળવી અન્ય ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. આ સાથે સીએસકે બાકી રહેલી મેચ મોટા અંતરથી જીતવી પડશે. તેનાથી તેનો નેટ રન રેટ સારો થાય.CSKનો નેટ રન રેટ હાલમાં -1.392 છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. 2008માં શરુ થયેલી આ ટીમ ચેન્નાઈના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચો રમે છે.ચેન્નાઈ સુપર કિંગ્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
