Gold Price Today: સોનાના ભાવમાં આજે ઘટાડો ! જાણો 10 ગ્રામ સોનું કેટલું સસ્તુ થયું
સોના-ચાંદીની કિંમતો સતત બદલાતી રહે છે. તેથી, ખરીદતા પહેલા, સ્થાનિક બજારમાં અથવા ઓનલાઈન તેમની કિંમતો ચોક્કસપણે તપાસો. ત્યારે આજે સોનાના ભાવમાં લાંબા સમય બાદ સહેજ ઘટાડો થયો છે.

સોનું-ચાંદી ખરીદતા પહેલા તેના ભાવ તપાસવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કિંમતો સતત બદલાતી રહે છે. તેથી, ખરીદતા પહેલા, સ્થાનિક બજારમાં અથવા ઓનલાઈન તેમની કિંમતો ચોક્કસપણે તપાસો. ત્યારે આજે સોનાના ભાવમાં લાંબા સમય બાદ સહેજ ઘટાડો થયો છે.

રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનું 89,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું, જ્યારે 24 કેરેટ સોનું 97,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોચ્યું છે. જ્યારે ટેક્સ વગર તેની કિંમત 98,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજી જોવા મળી રહી છે.

આ સિવાય અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,620 રુપિયા પર છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવ 89,490ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.

ચાંદીની વાત કરીએ તો, આજે 1 કિલો ચાંદીનો ભાવ 99,900 રુપિયા પર છે જેમાં પણ ગઈકાલની સરખામણીમાં સહેજ ઘટાડો જોવા મળ્યો છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ 857 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ છે અને 22 કેરેટ સોનું લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં 9% અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી, જસત ભેળવીને ઘરેણાં બનાવવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે,
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
