
જેમ કે તમને રમૂજી રીલ ગમે છે અને તમારા મિત્રને સિંગિંગની રીલ ગમે છે, તો બ્લેન્ડ ફીચર તમારી ફીડમાં સિંગિંગ અને રમૂજ રીલને લગતો જ કોન્ટેન્ટ બતાવશે.

આ ફીચરથી તમે તમારા મિત્રને 'બ્લેન્ડ ઇન્વાઇટ' મોકલી શકો છો. હવે જ્યારે તે ઇન્વાઇટ સ્વીકારશે ત્યારે તમારા માટે એક સ્પેશિયલ ફીડ બનશે. આ ફીડમાં તમે બંને તમારી મનગમતી રીલ્સ જોઈ શકો છો.

બ્લેન્ડ ફીચરથી ઇન્સ્ટાગ્રામ એક્સપિરિયન્સ ખાસ બનશે. બીજું કે, તમે બ્લેન્ડ ફીચરમાં રીલ જોતી વખતે ચેટિંગ પણ કરી શકો છો. બ્લેન્ડ ફીડથી તમને ચેટ કરવાનું એક્સેસ મળી જશે.