ટીમ ઈન્ડિયાને લઈ ગજબનો ઉત્સાહ, જમાલપુરમાં વિવિધ ધર્મના લોકોએ યોજ્યો કાર્યક્રમ

|

Nov 18, 2023 | 6:01 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ ફાઈનલ મેચ રમાનારી છે. ટીમ ઈન્ડિયાના ફાઈનલમાં પહોંચવાને લઈ ગજબનો ઉત્સાહ છવાયો છે. ફાઈનલ મેચ અગાઉ જ અમદાવાદમાં ટીમ ઈન્ડિયાને લઈ નારા લાગ્યા છે. ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફીવર જામ્યો છે. દુનિયાભરના ક્રિકેટ રસિકો અમદાવાદના મહેમાન બન્યા છે.

1 / 5
રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ભારત અને  ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ની ફાઈનલ મેચ રમાવાની છે. જે ફાઇનલ મેચ પહેલા જ જમાલપુરમાં ઇન્ડિયા જીતેગાના નારા લાગ્યા. જ્યાં ભારતની જીત પહેલા જીત જેવો માહોલ જોવા મળ્યો. જમાલપુરમાં વિવિધ ધર્મના લોકોએ એકઠા થઈને આ કાર્યક્રમ યોજ્યો.

2 / 5
ભારતની ટીમનો ઉત્સાહ વધારવા જમાલપુર દરવાજા પાસે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમમાં વિશ્વની સૌથી નાની સોનાની ટ્રોફી અને 500 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જમાલપુર દરવાજાથી બ્રિજ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.

3 / 5
કાર્યક્રમ થકી સર્વ ધર્મ એકતાનો સંદેશ પણ  આપવાનો પ્રયાસ કરાયો. જ્યાં તમામ સમાજે ભારતની ટીમ જીતે તેવી આશા વ્યક્ત કરી. ફાઇનલ મેચમાં ભારતની ટીમ સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતી રાષ્ટ્રધ્વજ લહેરાવે તેવી પણ આશા વ્યક્ત કરી.

4 / 5
કાર્યક્રમમાં સૌથી નાની ટ્રોફી બનાવનાર બંગાળી સમાજના રોઉફ બંગાળીની આશા છે, કે ભારતની ટીમ જીતે તો વિશ્વનો સૌથી નાનો વર્લ્ડ કપ ભારતીય ટીમ સ્વીકારે.

5 / 5
જો મોકો મળશે તો તે ભારતની ટીમને સૌથી નાનો વર્લ્ડ કપ આપશે તેવી પણ તૈયારી દર્શાવી. અને ભારતની ટીમ જીતશે તો ઢોલ નગારા અને ફટાકડા સાથે ઉજવણી કરવાની પણ તૈયારીઓ પણ કરવામાં આવી છે.

Next Photo Gallery