
રેલવે પોલીસ તરત કાર્યવાહી કરે છે. ટ્રેન રોકાતા જ ગાર્ડ અને TTE ચેન ખેંચનાર કોણ છે તે શોધવાનું શરૂ કરે છે. જો આરોપી સ્થળ પર મળી ન આવે તો CCTV કેમેરા, મુસાફરોના નિવેદન અને કોચ કન્ડક્ટરની મદદથી તપાસ થાય છે. એકવાર આરોપી મળી ગયા પછી, RPF તેને કસ્ટડીમાં લઈને સીધો કેસ નોંધે છે. ઘણા કિસ્સાઓમાં ટ્રેન જ ત્યાં જ અટકાવી દેવામાં આવે છે અને આરોપીને નીચે ઉતારી કાર્યવાહી કરવામાં આવે છે.

ક્યારે ચેન ખેંચવી કાયદેસર છે?: ગંભીર પરિસ્થિતિમાં કાયદો મુસાફરને રક્ષણ આપે છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રીને તાકીદે મદદ જોઈએ. કોઈ વૃદ્ધ અથવા બાળક ટ્રેનમાં ચઢતાં સમય નીચે પડી જાય, કોઈ મુસાફર બેભાન થઈ જાય, તો ચેન ખેંચવી સંપૂર્ણ રીતે કાયદેસર છે.

પણ ઘણા મુસાફરો નાની-મોટી બાબતો માટે ચેન ખેંચી દે છે. જેમ કે પરિવારનો કોઈ સભ્ય પાછળ રહી ગયો હોય અથવા પ્લેટફોર્મ પર સામાન રહી ગયો હોય. આ બધું કાયદાની દૃષ્ટિએ સંપૂર્ણ રીતે ખોટું છે.

જો તમે ચાલતી ટ્રેનમાં બિનજરૂરી રીતે ઇમર્જન્સી ચેન ખેંચો છો, તો તમે માત્ર તમારી જાતને જ નહીં પરંતુ સેકડો મુસાફરોને મુશ્કેલીમાં મૂકી શકો છો. સાથે જ તમને કડક દંડ, જેલ સજા અને કાનૂની ઝંઝટનો સામનો કરવો પડશે. એટલે ટ્રેનની ઇમર્જન્સી ચેનનો ઉપયોગ માત્ર જરૂરી પરિસ્થિતિમાં જ કરવો જોઈએ.