Women’s health : શું તમે જાણો છો કે PCOS અને PCODમાં પીરિયડ્સ અનિયમિત કેમ થાય છે?
PCOS અને PCODમાં પીરિયડ્સ અનિયમિત થાય છે. આ વાત મોટાભાગની મહિલાઓ જાણે છે પરંતુ શું તમે જાણો છો કે, આ પાછળનું કારણ શું છે. તેમજ ક્યાં કારણોસર PCOS અને PCODમાં પીરિયડ્સ અનિયમિત રહે છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

આપણામાંથી મોટાભાગના લોકો એ વાત સમજી શકતા નથી કે આપણી ખરાબ લાઈફસ્ટાઈલ,ખરાબ ડાયટ અને તણાવ ઘણા રોગોનું મૂળ કારણ બની શકે છે. જેના કારણે હોર્મોનલ ઈન્બેલેન્સનું કારણ બને છે. જેની બોડી પર અનેક અસર થાય છે.

ખાસ કરીને મહિલાઓ માટે, આહાર, તણાવ, ઊંઘનો અભાવ અને લાઈફસ્ટાઈલ તેમના શરીર પર સીધી અસર કરે છે. આ પીરિયડ્સથી લઈને ફર્ટિલિટી સુધીની દરેક વસ્તુને અસર કરે છે. PCOS અને PCOD એ લાઈફસ્ટાઈલ સંબંધિત પરિસ્થિતિઓ પણ છે જે આજે કેટલીક મહિલાઓ આનો ભોગ છે.

મોટાભાગની મહિલાઓ જાણે છે કે PCOS અને PCOD માં પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે. આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી આનું કારણ જાણીશું.

PCOS અને PCODમાં પીરિયડ્સ અનિયમિત કેમ થાય છે? PCODમાં હોર્મોનલ ઈન્બેલેન્સના કારણે પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે. જ્યારે શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધી જાય છે. તો આની અસર હોર્મોન્સ અને વજન પર પડે છે.

PCODમાં મોટાપો,એન્ડ્રોજન લેવલ,એલએચ ઈન્બેલેન્સના કારણે પીરિયડ્સ સમયસર આવતા નથી. ફેટ ટિશ્યુ ઈંસુલિન લેવલ પર અસર પડે છે અને ઓવ્યુલેશનને રોકે છે. પીસીઓડી અને પીસીઓએસમાં શરીરમાં એન્ડ્રોજનનું લેવલ વધી જાય છે.

એલએચ સ્પાઈક થવાના કારણે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલ પર અસર થાય છે અને આના કારણે સિસ્ટ પણ વધવા લાગે છે. તેમજ પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે.

પીસીઓડી અને પીસીઓએસમાં મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે અને આના કારણે મોટાપો વધવા લાગે છે અને વજન ઓછું કરવામાં મુશ્કેલી આવે છે.

PCOS અને PCODમાં હોર્મોન્સને બેલેન્સ કરવા માટે પીરિયડ્સને નિયમિત કરવા માટે ડાયટ મહત્વનો ભાગ ભજવે છે. તમે કોળાના બીજ, સૂર્યમુખીના બીજ, મીઠો લીમડોનો સમાવેશ કરો. આ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બલેન્સમાં રહે છે.

તેમજ દાડમ, દહી ,પપૈયું, પનીર પણ તમારા માટે ફાયદાકારક રહેશે. જેનાથી યુટ્રાઈન હેલ્થમાં સુધારો થાય છે. તેમજ બ્લડ શુગર લેવલ પણ બેલેન્સમાં રહે છે.

જો તમને દર મહિને સમયસર પીરિયડ્સ ન આવે, અથવા તમારા પીરિયડ્સ વધારે કે ઓછા આવે, તો તેને અવગણશો નહીં. ગાયનેકોલોજિસ્ટની જરુર સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
