AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા જઈ રહ્યા છો ? બેટરીથી લઈને મેન્ટેનન્સ સુધી આ બાબતોનું રાખો ધ્યાન

જો તમે પહેલુ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા જઈ રહ્યા છો, તો બેટરી રેન્જ, ચાર્જિંગ સુવિધા, સબસિડી, મેન્ટેનન્સ ખર્ચ અને સર્વિસ નેટવર્ક જેવી મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. EV બાઇકના એન્જિન અને બેટરી લાઇફ વિશે યોગ્ય માહિતી મેળવવાથી ભવિષ્યમાં પડનારી મુશ્કેલી ટાળી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2025 | 7:20 PM
Share
EV બાઇકનું સૌથી મહત્વનું પાસું તેની બેટરી રેન્જ છે. કંપની દ્વારા જણાવવામાં આવેલા રેન્જ અને વાસ્તવિક રેન્જ વચ્ચે તફાવત હોઈ શકે છે. ટ્રાફિક અને રસ્તાની સ્થિતિના આધારે રેન્જ ઘટી પણ શકે છે. આ ઉપરાંત, તમારા વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશનોની ઉપલબ્ધતા તપાસો. ઉપરાંત, ખાતરી કરો કે તમારી આસપાસમાં યોગ્ય ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ છે.

1 / 5
બેટરી એ EV મોટરસાઇકલનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સામાન્ય રીતે, લિથિયમ-આયન બેટરીની લાઇફ 3-5 વર્ષ અથવા 50,000-80,000 કિમી હોઈ શકે છે. બેટરી ફેઇલ થવાના કિસ્સામાં, તેની રિપ્લેસમેન્ટ કિંમત ઘણી વધારે (20,000-50,000 રૂપિયાની આસપાસ) હોઈ શકે છે. તેથી, ખરીદતા પહેલા, બેટરીની વોરંટી અને બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે.

2 / 5
ઘણા રાજ્યની સરકાર ઈ વ્હિકલને પ્રોત્સાહન આપે છે. જેના ભાગરૂપે EV બાઇક ઉપર પણ સબસિડી આપે છે, તેમજ કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ પણ ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને તમે બાઇકની કૂલ વેચાણ કિંમત ઘટાડી શકો છો. તેથી, ખરીદતા પહેલા, ખાતરી કરો કે તમને કઈ સબસિડી કેટલી મળી શકે છે.

3 / 5
EV બાઇકની સ્પીડ અને એક્સિલરેશન પેટ્રોલ બાઇક કરતા અલગ હોય છે. જો તમે હાઇવે અથવા લાંબા અંતરની મુસાફરી માટે બાઇક ખરીદવા માંગતા હો, તો તેની મોટર પાવર (kW માં) અને સ્પીડ કેપેસિટિ ચોક્કસપણે તપાસો.

4 / 5
EV બાઇકનો જાળવણી ખર્ચ પેટ્રોલ બાઇક કરતા ઓછો હોય છે, પરંતુ સર્વિસ સેન્ટરની ઉપલબ્ધતાને અવગણશો નહીં. કેટલીક નવી કંપનીઓનું સર્વિસ નેટવર્ક બહુ જ મર્યાદિત હોઈ શકે છે. તેથી ખરીદતા પહેલા, ખાતરી કરો કે બાઇકની સર્વિસ અને મેઇન્ટેનન્સ સુવિધા તમારા વિસ્તારમાં સરળતાથી ઉપલબ્ધ છે કે નહીં.  ( તસવીરો સૌજન્ય- વિવિધ ઈ બાઈક કંપનીની વેબસાઈટ )

5 / 5

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">