Gaikwad surname history : ગાયકવાડ અટકનો રાજવંશ સાથે જ નહીં, આ ક્ષેત્ર સાથે પણ છે ખાસ સંબંધ, જાણો
ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ પાછળ અટક લખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ અટક પાછળનો ઈતિહાસ ખબર હોતી નથી.

ગાયકવાડ અટકનો ઇતિહાસ મુખ્યત્વે મરાઠા સમુદાય અને મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલો છે. આ અટક "ગાયક" અને "વાડ" એમ બે શબ્દોથી બનેલી છે.

ગાયક શબ્દનો અર્થ "ગાય" પરથી આવ્યો છે, જેનો અર્થ "પશુ" અથવા "ગાય" થાય છે, અને "ગાયક" નો અર્થ "ગાય પાલક" અથવા "ગાય સાથે સંકળાયેલા વ્યક્તિ" થાય છે.

જ્યારે વાડ શબ્દનો અર્થ "ગામ" અથવા "રહેઠાણ" થાય છે. આ રીતે બંન્ને શબ્દો પરથી આ અટક બનાવવામાં આવી છે.

ગાયકવાડનો અર્થ "ગાય સાથે રહેનાર" અથવા "ગાય સાથે સંકળાયેલ વ્યક્તિ" થઈ શકે છે, જે ઐતિહાસિક રીતે પશુપાલન અને કૃષિ સમુદાય સાથે સંબંધિત છે.

ગાયકવાડ અટક ગાયકવાડ રાજવંશ સાથે પણ મહત્વપૂર્ણ ઐતિહાસિક સંબંધ છે, જેઓ ગુજરાતના વડોદરાના શાસકો હતા.

ગાયકવાડ રાજવંશની સ્થાપના મહારાષ્ટ્રમાં થઈ હતી, અને તે મરાઠા સામ્રાજ્યના અગ્રણી રાજવી પરિવારોમાંનો એક હતો.

18મી અને 19મી સદીમાં ગાયકવાડ વંશે વડોદરા રાજ્ય પર શાસન કર્યું. તેમણે મરાઠા સામ્રાજ્ય હેઠળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમના વહીવટી, લશ્કરી અને સાંસ્કૃતિક યોગદાનથી આ પ્રદેશમાં પોતાની છાપ છોડી હતી.

વડોદરામાં ગાયકવાડનું શાસન ખાસ કરીને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં ખૂબ જ પ્રખ્યાત બન્યું હતુ. જેમણે રાજ્યના વિકાસ અને સુધારણા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં હતા.

હાલમાં ગાયકવાડ અટક ફક્ત ઐતિહાસિક શાસકો સાથે સંકળાયેલી નથી પરંતુ તે મરાઠા સમુદાયની ઓળખનું પ્રતીક પણ બની ગઈ છે. આજે પણ ગાયકવાડ અટક ધરાવતા ઘણા લોકો વહીવટ, શિક્ષણ, દવા અને વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.

આ અટક પાછળ એક લાંબી અને ગૌરવપૂર્ણ પરંપરા રહેલી છે, જે મરાઠા સામ્રાજ્ય અને ગાયકવાડ વંશના ઐતિહાસિક વારસાથી ચાલી આવે છે.
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.



























































