Fatty Liver: ફેટી લિવરથી બચવા માટે અજમાવો આ 4 આયુર્વેદિક ઉપાય, તરત જ થશે રાહત
Fatty Liver: ફેટી લિવર એક એવી સમસ્યા છે જેમાં લિવરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે. તે ધીરે ધીરે લીવરના કાર્યને અસર કરવા લાગે છે. પરંતુ આયુર્વેદની મદદથી ફેટી લીવરની સમસ્યાને ઓછી કરી શકાય છે. આવો જાણીએ આયુર્વેદિક ઉપાયો...


Fatty Liver: ખરાબ ખાવાની આદતો અને બગડેલી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો ફેટી લીવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, મોટાભાગના લોકોમાં આ સમસ્યા સામાન્ય બની ગઈ છે. વાસ્તવમાં, ફેટી લિવરની સમસ્યા લિવરના કોષોમાં વધુ પડતી ચરબીને કારણે થાય છે. જેના કારણે પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી, થાક લાગવો અને નબળાઈ જેવા લક્ષણો અનુભવાય છે.આરોગ્ય નિષ્ણાતોના મતે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો લીવરને નુકસાન થવાનો ભય રહે છે. પરંતુ સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને તમે ફેટી લિવરની સમસ્યાથી બચી શકો છો. પરંતુ તેની સાથે કેટલાક આયુર્વેદિક ઉપાયોથી પણ ફેટી લિવરની સમસ્યાથી રાહત મળી શકે છે.

એલોવેરા- તમે લીવરના કાર્યને સુધારવા માંગતા હોવ તો એલોવેરા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં એલોવેરાને ખૂબ જ મહત્વપૂર્ણ દવા માનવામાં આવે છે. તે લીવરમાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે. તમે દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એલોવેરા જ્યુસ મિક્સ કરીને પી શકો છો.

આમળા- વિટામિન C થી ભરપૂર આમળા ફેટી લિવર માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ વિટામિન શરીરમાં હાજર ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. આમળાનો રસ નિયમિત પીવાથી લીવર પણ સાફ થાય છે.

ત્રિફળા-ત્રિફળા પાવડરનો ઉપયોગ આયુર્વેદમાં સદીઓથી થતો આવ્યો છે. ત્રિફળા પાવડરનો ઉપયોગ કબજિયાતમાં પણ થાય છે. તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણા લીવરમાંથી ચરબી દૂર કરવાનું કામ કરે છે. આ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.

મીઠો લીમડો- લીમડોનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં થાય છે. મીઠો લીમડો માત્ર સ્વાદમાં વધારો કરશે જ નહીં પરંતુ ફેટી લિવરની સમસ્યામાં પણ મદદરૂપ સાબિત થશે. સવારે ખાલી પેટ કરી પત્તા ખાવાથી ફેટી લિવરની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. તેમાં વિટામિન A અને C બંને મળી આવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ પેટની સમસ્યાને ઓછી કરે છે.નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

































































