ટીમ ઈન્ડિયાએ 400 રન બનાવી રચ્યો ઈતિહાસ, 72 કલાકમાં તોડ્યો મોટો રેકોર્ડ, મંધાના-પ્રતિકાએ મચાવી ધમાલ

|

Jan 15, 2025 | 4:08 PM

ટીમ ઈન્ડિયાએ વનડે ક્રિકેટમાં પ્રથમ વખત 400 રનના આંકડાને સ્પર્શ કર્યો છે. ભારતનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર 370 રન હતો પરંતુ રાજકોટ ખાતે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની સદીઓના આધારે ટીમ ઈન્ડિયાએ 400ના આંકને સ્પર્શ કર્યો હતો.

1 / 6
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ વનડે ક્રિકેટમાં પ્રથમ વખત 400 રનના આંકડાને સ્પર્શ કર્યો છે. ભારતનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર 370 રન હતો પરંતુ રાજકોટ ખાતે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની સદીઓના આધારે ટીમ ઈન્ડિયાએ 400ના આંકને સ્પર્શ કર્યો હતો.

2 / 6
ભારતે માત્ર 46 ઓવરમાં 400 રનનો સ્કોર પાર કરી લીધો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે આ મેચ ઐતિહાસિક બની ગઈ છે કારણ કે તે ODIમાં 400નો સ્કોર પાર કરનારી પ્રથમ એશિયન ટીમ છે.મહિલા ક્રિકેટમાં છઠ્ઠી વખત કોઈ ટીમે 400નો આંકડો સ્પર્શ કર્યો છે. ટીમ ઈન્ડિયા વનડેમાં 400 રનનો આંકડો પાર કરનારી પ્રથમ એશિયન ટીમ છે.

3 / 6
ટીમ ઈન્ડિયાએ 12 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામેની બીજી ODIમાં 370 રન બનાવ્યા હતા, જે ODIમાં તેનો સર્વોચ્ચ સ્કોર હતો, પરંતુ માત્ર 72 કલાકમાં જ ટીમ ઈન્ડિયાએ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

4 / 6
ટીમ ઈન્ડિયાના સ્કોરને 400થી આગળ લઈ જવામાં ઓપનર સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રતિકાએ 129 બોલમાં 154 રનની ઈનિંગ રમી હતી. વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે.

5 / 6
કેપ્ટન સ્મૃતિ મંધાનાએ માત્ર 80 બોલમાં 135 રન બનાવ્યા હતા. મંધાનાએ માત્ર 70 બોલમાં સદી ફટકારી અને ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારી મહિલા ભારતીય ક્રિકેટર બની હતી.

6 / 6
ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડ સામે 50 ઓવરમાં 435 રન બનાવ્યા હતા. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાની સદી ઉપરાંત વિકેટકીપર રિચા ઘોષે 59 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાની ઈનિંગ દરમિયાન કુલ 9 છગ્ગા અને 48 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. આયર્લેન્ડે ખૂબ જ ખરાબ બોલિંગ કરી અને 29 એક્સ્ટ્રા રન આપ્યા હતા. (All Photo Credit : X / BCCI)

Published On - 3:57 pm, Wed, 15 January 25

Next Photo Gallery