ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની કરી જાહેરાત, કર્યા 2 મહત્વના ફેરફાર
ઈંગ્લેન્ડની ટીમે ભારત સામે બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડમાં હૈદરાબાદમાં મળેલી ઐતિહાસિક જીત છતા વિશાખાપટ્ટનમની ટેસ્ટ માટે 2 મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.

2 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે વિશાખાપટ્ટનમાં બીજી ટેસ્ટ મેચ શરુ થશે. ઈંગ્લેન્ડની ટીમે હૈદરાબાદ ટેસ્ટમાં 28 રનથી ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીત છતા ઈંગ્લેન્ડની ટીમમાં 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

વિશાખાપટ્ટનમમાં જેમ્સ એન્ડસરનની વાપસી થઈ છે. જ્યારે 20 વર્ષના સ્પિનર શોએબ બશીરને ડેબ્યૂની તક મળી છે.

ઈજાગ્રસ્ત જેક લીચના સ્થાને બશીરને ટીમમાં સ્થાન મળ્યું છે. બોલર એન્ડરસનને માર્ક વુડના સ્થાને ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતે ઈંગ્લેન્ડના બંને ફેરફારોને લઈને ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. ભારતીય બેટ્સમેન હજુ એક બોલરને ઓળખતા નથી, જ્યારે એન્ડરસન પાસે ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં બંને ખતરનાક સાબિત થઈ શકે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 0-1થી પાછળ છે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન.

































































