RoohAfza Recipe : ઘરે 3 સ્ટેપમાં અપનાવી બનાવો રુહ અફઝા સિરપ, બજારમાંથી ખરીદવાની જરુર નહીં પડે
ઉનાળામાં લોકો ઠંડા પીણા પીવાના શોખીન હોય છે. ત્યારે કેટલાક લોકો જ્યુસ પીવાનું પસંદ કરતા હોય છે અથવા તો વિવિધ પ્રકારના શરબત પીવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે રુહ અફઝાની રેસિપી જણાવીશું.

તમે ગુલાબની પાંખડીઓની મદદથી ઘરે પણ રૂહ અફઝા બનાવી શકો છો. તેને બનાવવામાં વધારે સમય લાગશે નહીં. આ સાથે તે સ્વસ્થ અને સ્વાદિષ્ટ પણ બનશે.

રુહ અફઝા ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. સ્વાદિષ્ટ રુહ અફઝા બનાવવા માટે 40 થી 50 ગુલાબના ફૂલો, સ્વાદ મુજબ ખાંડ, જરૂર મુજબ પાણી, લાલ રંગ, લીંબુનો રસ અને કેવડા પાણીની જરૂર પડશે.

રુહ અફઝા બનાવવા માટે સૌથી પહેલા ગુલાબની પાંખડીઓને સારી રીતે ધોઈ લો. હવે ગેસ પર એક વાસણ મૂકો અને તેમાં પાણી નાખો અને તે ઉકળે પછી તેમાં ગુલાબની પાંખડીઓ ઉમેરો.

10 મિનિટ ગરમ કર્યા પછી, ગેસ બંધ કરો અને પાણી ગાળી લો અને ગુલાબની પાંખડીઓ અલગ કરો.

હવે એક પેનમાં 2 કપ ખાંડ અને પાણી, લીંબુનો રસ, એક ચમચી મીઠું, 5 થી 6 ચમચી કેવડાનું પાણી ઉમેરો.

આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો, જેથી ખાંડ યોગ્ય રીતે ઓગળી જાય. હવે તેમાં ગુલાબજળ અને 1 ચમચી લાલ રંગ ઉમેરો, તેને મિક્સ કરો અને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































