Hanuman Chalisa : દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી થશે આ ચમત્કારિક લાભ, જાણો અર્થ અને મહત્વ શું છે ?
દરરોજ શ્રી હનુમાન ચાલીસા પાઠ કરવાથી ઘણા આધ્યાત્મિક, માનસિક અને અહીં સુધી કે શારીરિક ફાયદા પણ થાય છે. હનુમાન ચાલીસા માત્ર સ્તોત્ર નથી,પણ એ એક સાધના છે. જેણે કરોડો ભક્તોના જીવનમાં શાંતિ, શક્તિ અને સિદ્ધિ લાવી છે.

નીંદર ન આવવી, અંધારાનો ડર, ભૂત-પ્રેત, કોઈપણ પ્રકારનો ડર હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી દૂર થાય છે. (Credits: - Canva)

શ્રી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શનિની સાડાસાતી અને ધૈયાની અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને પણ દૂર કરે છે. (Credits: - Canva)

હનુમાનજી બળ, ધૈર્ય અને ભક્તિના પ્રતિક છે. તેમનું દરરોજ સ્મરણ કરવાથી અંદરથી ભયમુક્તતા અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે. (Credits: - Canva)

દરરોજ પાઠ કરવાથી શ્રીરામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે. ભક્તિથી જીવનમાં શાંતિ, સંતોષ અને સાચી સફળતા મળે છે. (Credits: - Canva)

ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સ્થાન પવિત્ર બને છે. ઘરમાં શાંતિનો વાતાવરણ છવાય છે. (Credits: - Canva)

"શ્રી હનુમાન ચાલીસા"માં કહેવામાં આવ્યું છે. "સંકટથી હનુમાન છુડાવૈ, મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ" અર્થાત્, જે કોઈ મનથી, કરમથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે, તેના કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે. (Credits: - Canva)

" બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર । બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર " અનુસાર, હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ. બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે. (Credits: - Canva)

દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કર્યોમાં સફળતા મળે છે. ( Credits: Getty Images )

પ્રત્યેક દિવસ 10-15 મિનિટ ચાલીસાનો પાઠ કરવો તમારા ધ્યાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.






































































