Bhavnagar : માવઠાએ ખોલી મનપાની પોલ ! કમોસમી વરસાદના 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગરના ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે માવઠાએ મહાનગરપાલિકાની પોલ ખોલી છે. કુંભારવાડા- માઢીયા રોડ પર રસ્તા પર પાણી ભરાયા છે. કૈલાશ વાડી વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી. માવઠાના 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગરના ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે માવઠાએ મહાનગરપાલિકાની પોલ ખોલી છે. કુંભારવાડા- માઢીયા રોડ પર રસ્તા પર પાણી ભરાયા છે. કૈલાશ વાડી વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી. માવઠાના 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. સ્થાનિકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ઉનાળામાં આવી સ્થિતિ તો ચોમાસામાં શું હાલત હશે ? શુક્રવારે સાંજે શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે વરસાદના પાણી ભરાઈ નહીં તે માટે લાખો રુપિયા ખર્ચે છે. 70 થી 80 લાખ રુપિયાનો ખર્ચો કરે છે. પરંતુ સામાન્ય વરસાદમાં જ મનપાની કામગીરીની પોલ ખુલી છે.
ભાવનગરમાં પડ્યો હતો કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાવેણાવાસીઓએ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગરના જશોનાથ ચોક, ભીડભંજન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો વરસાદી માહોલને પલગે નાગરિકોને ગરમીમાં ઠંડક મળી છે. એક તરફ માવઠાએ ગરમીમાં શેકાતા શહેરીજનોને રાહત આપી છે. તો બીજી તરફ માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા છે. હાલ કેરીની સિઝન છે તેવા સમયે માવઠાથી કેરી પાકને નુકસનની ભીંતિ છે જેથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
