Gulkand : ઉનાળામાં વરદાન ગણતા ગુલકંદને ઘરે બનાવો, આ રહી સરળ ટીપ્સ
ઉનાળો આવતાની સાથે જ લોકો શરીરમાં ઠંડક આપતો હોય તેવો ખોરાક ખાવાનું પસંદ કરતા હોય છે. તેમાં ઘણા લોકો ઠંડા પીણા, શરબત પીતા હોય છે. ત્યારે કેટલાક લોકો ગુલકંદ ખાવાનું પસંદ કરતા હોય છે.

ગુલકંદ ખાવામાં જેટલો સ્વાદિષ્ટ હોય છે. તેટલો જ તે ગુણોથી ભરેલો છે. ગુલકંદ ખાવાથી અઢળક લાભ થાય છે. ગુલકંદ ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.

ઉનાળામાં ગુલકંદ ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને ખાટ્ટા ઓડકારની સમસ્યા દૂર થાય છે. આ બધી જ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગુલકંદનું સેવન કરવું જોઈએ.

ઘરે ગુલકંદ બનાવવો ખૂબ જ સરળ છે. ગુલકંદ બનાવવા માટે ગુલાબની પાંખડીઓ, ખાંડ અથવા સાકરનો પાઉડર, વરિયાળી, એલચી સહિતની વસ્તુઓની જરુર પડશે.

ગુલકંદ બનાવવા માટે સૌથી પહેલા ગુલાબની પાંદડીઓને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. હવે ગુલાબની પાંદડીઓને કાપડ પર પાથરી તેમાંથી પાણી સુકાવવા મુકો.

ત્યારબાદ ગુલાબની પાંદડીઓમાં ખાંડનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ વરિયાળીનો ભુક્કો અને એલચીનો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે તૈયાર થયેલા મિશ્રણને કાચના કન્ટેનરમાં ભરી લો. ત્યારબાદ તડકામાં 2 દિવસ રાખીને આ ગુલકંદનો ઉપયોગ કરી શકો છો. ગુલકંદને તમે પાન સાથે અથવા દિવસમાં એક ચમચી ખાઈ શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
