Ahmedabad : વેજલપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, વાહનની તોડફોડ કરતા CCTV આવ્યા સામે, 3 વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જુઓ Video
અમદાવાદના વેજલપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વેજલપુરમાં આવેલી અરવલ્લી સોસાયટીમાં અસામાજિક તત્વોએ મારામારી કરી હતી. 3 શખ્સોએ પૂરઝડપે ગાડી ચલાવી સોસાયટીના સભ્યોને પરેશાન કર્યા હતા. માથાભારે શખ્સોને સમજાવવા જતા સોસાયટીના સભ્યોને માર માર્યો હતો.
ગુજરાતમાં દિવસે દિવસે અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે. અમદાવાદના વેજલપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વેજલપુરમાં આવેલી અરવલ્લી સોસાયટીમાં અસામાજિક તત્વોએ મારામારી કરી હતી. 3 શખ્સોએ પૂરઝડપે ગાડી ચલાવી સોસાયટીના સભ્યોને પરેશાન કર્યા હતા. માથાભારે શખ્સોને સમજાવવા જતા સોસાયટીના સભ્યોને માર માર્યો હતો. CCTV કેમેરા તોડી વાહનોમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ ફરિયાદ કરી તો સોસાયટી સળગાવી દેવાની પણ ધમકી આપી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સોસાયટીના રહીશોને માર્યો માર
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકને અટકાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ અસામાજિક તત્વોને કાયદાની અને પોલીસનો ડર જ ન હોય તેવી સ્થિતિ વેજલપુરમાં બની છે. વેજલપુરમાં આવેલી અરવલ્લી સોસાયટીમાં અસામાજીક તત્વોએ પૂરઝડપે ગાડી ચલાવી CCTV કેમેરા અને વાહનોની તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીના અન્ય CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધાર પર પોલીસે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે.

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
