Breaking News: અમદાવાદમાં બન્યો આગનો વધુ એક બનાવ, 18ને બચાવાયા, જાણો શું છે સમગ્ર ઘટના?
એકવાર ફરીથી અમદાવાદમાં બન્યો આગનો બનાવ. ફાયર વિભાગની સાતથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ તેની સાથે પોલીસની ગાડી પણ તાત્કાલિક ધોરણે પહોંચી આવી હતી.
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે આગ લાગવાના બનાવ બને છે. આવો જ કઇંક બનાવ એકવાર ફરીથી અમદાવાદમાં બન્યો છે. વાત એમ છે કે, અમદાવાદના પૂર્વમાં રેસીડેન્સીયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગ અમરાઇવાડી વિસ્તારમાં આવેલા પારિષ્કાર વિભાગ-1ના C બ્લોકમાં લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પોતાનો જીવ બચાવી નીચે દોડી આવ્યા હતા.
પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે હાજર
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની સાતથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ તેની સાથે પોલીસની ગાડી પણ તાત્કાલિક ધોરણે પહોંચી આવી હતી.
આગ એટલી વિકરાળ હતી કે, ત્યાં મોટી માત્રામાં લોકોની ભીડ ઉમટી ગઈ હતી . આ ઘટનામાં એક વ્યક્તિ ફ્લેટમાં જ ફસાઈ ગયો હતો. જો કે, ફાયર સ્ટેશનના ઓફિસરો દ્વારા તેનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં અવાયો છે.
તમામ રહેવાસી સુરક્ષિત, 18ના બચાવ કરાયા
પારિષ્કાર વિભાગમાં લગભગ 5000 લોકો રહે છે. આગની ઘટના જોતાં જ ત્યાંના રહેવાસીઓ ઘભરાઈ ગયા હતા અને એક સમયે તો તેમનો જીવ હાથમાં આવી ગયો હતો. મળતી માહિતી મુજબ, ફાયર વિભાગ દ્વારા 18 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને આગને કાબૂમાં કરી દેવાઈ છે. તદુપરાંત બિલ્ડિંગના તમામ લોકો પણ સુરક્ષિત છે.