આ 5 શહેરોમાં રહેતા લોકો અક્ષય કુમારની ‘કેસરી 2’ રિલીઝ પહેલા જોઈ શકશે, જાણો કેવી રીતે?
સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા જલિયાંવાલા બાગ સાથે જોડાયેલી છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે, હવે નિર્માતાઓએ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે.

સરપ્રાઈઝ એમ છે કે, સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ અને કોલકાતામાં રહેતા ચાહકોને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલે બતાવવામાં આવશે.

જો તમે પણ આ પાંચ શહેરોમાંથી કોઈપણ શહેરમાં રહો છો અને આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જોવા માંગો છો, તો તમારે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન સ્ક્રીનીંગના બે દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલથી શરૂ થશે. વિડીયો શેર કરતા ધર્મા પ્રોડક્શને કેપ્શનમાં લખ્યું છે કે, "સત્યને ઉજાગર કરનારા પહેલા બનો."

'કેસરી 2'માં અક્ષયની સાથે અનન્યા પાંડે અને આર. માધવન પણ જોવા મળશે. કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે અને કરણ સિંહ ત્યાગીએ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે.

































































