Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2025 | 7:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી શકે છે. જો વાત હવામાન વિભાગે કરેલી આગાહીની કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.

કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદની આગાહીના પગલે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બે દિવસ બાદ રાજ્યનું તાપમાન ફરી ઉચકાશે. એટલે કે એપ્રિલની આકરી ગરમી ફરી એકવાર નાગરિકોએ સહન કરવી પડશે.આગામી 15થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યના શહેરોમાં હિટવેવની અસર વર્તાઇ શકે છે.એટલે કે પહેલા કમોસમી વરસાદ અને ત્યારબાદ નાગરિકોએ તાપના ટોર્ચરનો સામનો કરવો પડશે.

અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલનું માનીએ તો, રાજ્યભરના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.  અંબાલાલનો દાવો છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છનું હવામાન પલટાશે. આ સાથે જ ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે.

તો રાજ્યમાં ચાલુ વર્ષે પવનનું જોર વધુ રહેવાના એંધાણ છે. અંબાલાલનો દાવો છે કે, ચોમાસા પહેલા રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. અંબાલાલની આગાહી છે કે, એપ્રિલમાં એક બાદ એક 30થી 50 કિલોમીટરની ઝડપે પવનના તોફાન આવશે. જેના પગલે કાચા પતરાવાળા મકાનોને નુકસાન થઇ શકે છે.

તો હવામાનમાં પલટા વચ્ચે દરિયામાં પણ ચક્રવાતની આગાહી અંબાલાલે કરી છે. 15 જૂન પહેલા દરિયામાં તોફાન, વંટોળ સર્જાવાની શક્યતા છે, તો અરબી સમુદ્રના ચક્રવાતની હવામાન પર અસર થઇ શકે, સાથે જ મે મહિનામાં પણ બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 13, 2025 07:39 AM
g clip-path="url(#clip0_868_265)">