આજનું હવામાન : ગુજરાતમાં વાતાવરણમાં પલટો ! કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં તાપમાનનો પારો 2થ 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના પગલે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ રાહત આંશિક હોય તેવુ પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં તાપમાનનો પારો 2થ 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના પગલે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જો કે આ રાહત આંશિક હોય તેવુ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી 2 દિવસ બાદ ફરી તાપમાનનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 25 એપ્રિલથી ફરી ગરમીનું જોર ફરી વધશે.એટલું જ નહીં 15થી 17 એપ્રિલ સુધી હીટવેવની અસર પણ જોવા મળશે.
કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યભરના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છનું હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે જ ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે.
અંબાલાલ પટેલે ચક્રવાતની કરી આગાહી
હવામાનમાં પલટા વચ્ચે અંબાલાલ પટેલે દરિયામાં પણ ચક્રવાત આવે તેવી આગાહી કરી છે. 15 જૂન પહેલા દરિયામાં તોફાન, વંટોળ સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે. તો અરબી સમુદ્રના ચક્રવાતની હવામાન પર અસર થઈ શકે છે. આ સાથે મે મહિનામાં પણ બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે.