Ahmedabad : AMCએ રિવરફ્રન્ટ પર આવેલો ધોબીઘાટ કર્યો સીલ, સ્થાનિકોએ કર્યા આ આક્ષેપ, જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મનપાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધોબીઘાટને સીલ લગાવી દીધું છે. ધોબીઘાટ બિન અધિકૃત રીતે ચાલુ રાખી લાઈસન્સ ફી, ભાડાની રકમ નહીં ચૂકવતા AMCએ કાર્યવાહી કરી છે.
ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મનપાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધોબીઘાટને સીલ લગાવી દીધું છે. ધોબીઘાટ બિન અધિકૃત રીતે ચાલુ રાખી લાઈસન્સ ફી, ભાડાની રકમ નહીં ચૂકવતા AMCએ કાર્યવાહી કરી છે. આ માટે બે મહિના અગાઉ AMC દ્વારા નોટિસ પણ અપાઈ હતી.આ ધોબીઘાટ પર 7 બ્લોક છે.જેમાં કુલ 168 સભ્યો કામ કરે છે. આ સભ્યોનો આક્ષેપ છે કે તેમણે 43 લાખ 60 હજાર રૂપિયા ભરવાના હતા.
ધાબીકામ કરનાર લોકોની ચિંતામાં વધારો
સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધોબીઘાટ પર કામ કરતા 168 પરિવારો રકમ ભેગી કરીને જમા કરાવવા ગયા. ત્યારે કોર્પોરેશન દ્વારા જણાવાયું કે જીએસટીના પણ નાણાં ભરવાના રહેશે.જેને લીધે પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આક્ષેપ છે કે પહેલાં રોકડા ત્યારબાદ ડીડી માંગવામાં આવ્યો. અને પછી ઓનલાઈન રૂપિયા આપવાનું કહેવાયું. જ્યારે સ્થાનિકોએ રૂપિયા ભેગા કર્યા. ત્યારે કોર્પોરેશનમાંથી કોઈ તે સ્વીકારવા માટે તૈયાર જ ન હતું. ઈમરાન ખેડાવાલાનું કહેવું છે કે કોર્પોરેશને ઝડપથી ધોબીઘાટ ચાલું કરવાનું હાલ તો આશ્વાસન આપ્યું છે. પરંતુ તે ક્યારે ચાલું થશે તેને લઈને ધોબી કામ કરનારાઓની ચિંતા વધી છે.

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
