પ્રીતિ ઝિન્ટાને મળી ગયો નવો પાર્ટનર, IPL 2025 વચ્ચે મળ્યા સારા સમાચાર
પ્રીતિ ઝિન્ટાને એક નવો પાર્ટનર મળ્યો છે. આ નવો પાર્ટનર બીજું કોઈ નહીં પણ ગ્લેન મેક્સવેલ છે. જાણો ગ્લેન મેક્સવેલ અને પ્રીતિ ઝિન્ટા હવે કેવી રીતે સાથે કામ કરવા જઈ રહ્યા છે અને તેમનો પ્રોજેક્ટ શું છે.

પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને મુખ્ય કોચ રિકી પોન્ટિંગે મળીને આ ટીમને 4 માંથી 3 મેચ જીતી છે. આ દરમિયાન, પ્રીતિ ઝિન્ટાને એક નવો પાર્ટનર મળી ગયો છે. આ નવો પાર્ટનર બીજું કોઈ નહીં પણ ગ્લેન મેક્સવેલ છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સ્ટાર ગ્લેન મેક્સવેલે ડ્રાઈવ FITT નામની સ્પોર્ટ્સ-ફિટનેસ કંપનીમાં રોકાણ કરીને ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં પ્રવેશ કર્યો છે. આ કંપની પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ શરૂ કરી હતી.

ડ્રાઈવ FITTમાં સ્ટાર બેટ્સમેન ભારતીય બેટ્સમેન અને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ અને ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિ માર્ક સેલર્સ અને ડેક સ્મિથ પણ સામેલ છે.

ડ્રાઈવ FITTમાં મેક્સવેલે કેટલું રોકાણ કર્યું છે તે જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે કહ્યું કે આ નિર્ણય ફિટનેસ અને કોચિંગ પ્રત્યેના તેના જુસ્સાથી પ્રેરિત છે.

મેક્સવેલે કહ્યું, "ડ્રાઈવ FITT મારો જુસ્સો છે. આ તે જગ્યા છે જ્યાં પર્ફોમન્સ, રિકવરી અને ક્રિકેટ એકસાથે આવે છે, મેક્સવેલે આ સ્ટાર્ટઅપને ક્રિકેટ સાથે જોડાયેલા રહેવા અને યોગ્ય જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટનો માર્ગ ગણાવ્યો હતો.

પોતાના રોકાણ વિશે વાત કરતા મેક્સવેલે કહ્યું કે મજબૂત બિઝનેસ મોડેલ મહત્વપૂર્ણ હોવા છતા, તેના માટે ઈન્વેસ્ટમેન્ટની અસર વધુ મહત્વપૂર્ણ છે. મેક્સવેલે કહ્યું, "ભારતીય સ્ટાર્ટઅપ દુનિયામાં આ મારી પહેલી એન્ટ્રી છે, અને સાચું કહું તો, મને ડ્રાઈવ FITTમાં જોડાવવા સંખ્યા કે કિંમતે નહીં, પણ લોકોએ આકર્ષિત કર્યો છે."

મેક્સવેલ, જે પોતે અનેક ઈજાઓથી પીડાય છે, તેણે ડ્રાઈવ FITTના રિકવરી અને ટ્રેક ડ્રિવન ટ્રેનિંગની પ્રશંસા કરી હતી. તેણે કંપની ડેટા, પર્ફોમન્સ ટ્રેકિંગ અને રિકવરીને એકસાથે જોડવાની રીતની પ્રશંસા કરી હતી.

"આજે ટેકનોલોજી એથ્લેટ્સને ફક્ત વધુ મહેનત નહીં, પણ વધુ સ્માર્ટ ટ્રેનિંગ આપવાનું સાધન બની ગઈ છે. ડ્રાઈવ FITT વિશે આ જ અનોખી વાત છે - તે ડેટા, પર્ફોમન્સ અને રિકવરીનેને એક સિસ્ટમમાં લાવે છે. આ ટ્રેનિંગનું ભવિષ્ય છે, અને મને તેનો ભાગ બનવાનો ગર્વ છે." (All Photo Credit : PTI)
IPL 2025માં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં પંજાબ કિંગ્સ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છેમ એવામાં જોવાનું એ રહ્યું કે શું આ વર્ષે પંજાબ ટ્રોફી જીતવામાં સફળ થશે? પંજાબ કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































