Fast Charging Tips: તમારા ફોનને ઝડપથી ચાર્જ કરવા માંગો છો તો ફોલો કરો આ ટિપ્સ, ફટાફટ થઈ જશે ચાર્જ
ફોનની બેટરી ઉતરી જાય પછી સૌથી મોટી સમસ્યા એ છે કે તમારા ફોનને ઝડપથી કેવી રીતે ચાર્જ કરવો. ત્યારે હવે ફોનને ઝડપથી ચાર્જ કરવાની કેટલીક ટ્રિક્સ અમે લાવ્યા છે જેની મદદથી તમારો ફોન જલદી ચાર્જ થઈ જશે.

ફોનને સતત ચાર્જ કરવો આપણા માટે પરેશાનીનું કારણ બની શકે છે, કેમકે જો આપણે ફોન ચાર્જ નહીં કરીએ તો ફોન ડિસ્ચાર્જ થઈ જશે અને પછી સ્વિચ ઓફ થઈ જશે. જો કે, આજકાલ ઘણી કંપનીઓ વધુ સારી બેટરી લાઇફવાળા ફોન લાવી રહી છે. તેમ છત્તા જો તમારા ફોનની બેટરી ઝડપથી ઉતરી જતી હોય તો શું કરશો

ફોનની બેટરી ઉતરી જાય પછી સૌથી મોટી સમસ્યા એ છે કે તમારા ફોનને ઝડપથી કેવી રીતે ચાર્જ કરવો. ત્યારે હવે ફોનને ઝડપથી ચાર્જ કરવાની કેટલીક ટ્રિક્સ અમે લાવ્યા છે જેની મદદથી તમારો ફોન જલદી ચાર્જ થઈ જશે.

ફોન બંધ કરી ચાર્જ કરો: જો તમારા ફોનને ઝડપથી ચાર્જ કરવા માંગો છો તો ફોનને પહેલા ઓફ કરીને ચાર્જમાં મુકો જેથી ફોન જલદી ચાર્જ થશે.

એરપ્લેન મોડ : તમારા ફોનની સ્ક્રીનની જેમ, તમારા ફોનની કનેક્ટિવિટી તમારા બેટરી સ્ટોરેજ પર બીજો મોટો ડ્રેઇન છે. જો તમારે ફોન ચાર્જ કરતી વખતે એરપ્લેન મોડ પર રાખો છો તો તે ઝડપથી ચાર્જ થઈ જશે.

ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરો: ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી બેટરીનો વધુ વપરાશ થાય છે અને ચાર્જિંગ ધીમું થાય છે. આથી ફોનને ચાર્જમાં રાખી તેનો ઉપયોગ કરવાનું ટાળો

ડાયરેક્ટ પ્લગ: ફોન ઉત્પાદક અને USB જનરેશનના આધારે, USB પોર્ટ સામાન્ય રીતે 1 અને 2.1 amps વચ્ચે આઉટપુટ કરે છે. તેથી, જો તમે ફોનના મૂળ ચાર્જરનો ઉપયોગ કરીને તમારા ફોન ચાર્જ કરો છો તો તમારો ફોન જલદી ચાર્જ થાય છે. આ સાથે કંપનીનો ટેડા કેબલ અને એડપ્ટરનો ઉપયોગ કરવો.

પોર્ટેબલ ચાર્જરમાં : જે લોકો ઘણીવાર આ દુવિધામાં હોય છે કે તેમને ગમે ત્યારે બહાર જવું પડે,અને ફોન ચાર્જ કરવાનો રહી ગયો હોય તેવા લોકો માટે પોર્ટેબલ ચાર્જર એક સારો ઓપ્શન સાબિત થઈ શખે છે જેની મદદથી તમારો ફોન ઝડપથી ચાર્જ થઈ જશે

ઠંડી જગ્યાએ રાખો: ગરમી વાળી જગ્યાએ ફોનને ચાર્જમાં રાખવાથી તે ધીમો ચાર્જ થાય ચે આથી તેને ચાર્જમાં મુકતા ધ્યાન રાખો કે તે જગ્યાએ કોઈ અન્ય ઉપકરણ કે ગરમી ના હોય.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































