Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન, 284 સિલિન્ડર કરાયા જપ્ત, જુઓ Video

Gandhinagar : પેથાપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન, 284 સિલિન્ડર કરાયા જપ્ત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2025 | 1:05 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. દરેક બિલ્ડીંગ હોય કે અન્ય રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટી માટેના સાધનો ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના પાટનગર એટલે કે ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. દરેક બિલ્ડીંગ હોય કે અન્ય રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટી માટેના સાધનો ફરજિયાત કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના પાટનગર એટલે કે ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રેડ કરવામાં આવી હતી. રાંધણ ગેસના બોટલમાંથી કોમર્શિયલ બોટલ ભરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે.

ગેરકાયદેસર શેડમાંથી 284 ગેસના બોટલ કરાયા જપ્ત

પેથાપુરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે. અગ્નિશામક સાધનો તેમજ ફાયર સેફટીના સાધનો વિના રિફિલિંગ સ્ટેશન ધમધમતુ હતું. ભાથુજી ચતુરજી ગોર નામના વ્યક્તિની SOGએ અટકાયત કરી છે. ઘરની પાછળ બનાવેલા ગેરકાયદેસર શેડમાંથી 284 ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પેથાપુરના રહેણાંક વિસ્તારમાં ચાલતુ ગેરકાયદેસર ગેસના બોટલનું રિફિલિંગ સ્ટેશન ચલાવવામાં આવતું હતુ.

SOGએ આરોપીની કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં ગેરકાયેદસર રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રાંધણ ગેસના બોટલમાંથી કોમર્શિયલ બોટલ ભરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પેથાપુરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રિફિલિંગ સ્ટેશન ઝડપાયું છે.ઘરની પાછળ બનાવેલા ગેરકાયદેસર શેડમાંથી 284 ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">