લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?

12 એપ્રિલ, 2025

ફેટી લીવરના લક્ષણોમાં ત્વચા અને આંખો પીળી પડવી (કમળો), પેટમાં સોજો, થાક અને પેટમાં દુખાવો શામેલ છે.

ત્વચા અને આંખો પીળી પડવી એ સૂચવે છે કે લીવર યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી.  

આ લીવર ફેલ્યોરનું નિશાની હોઈ શકે છે. આમાં પેટ ફૂલવા લાગે છે.

લીવરની સમસ્યા હોય ત્યારે ઘણીવાર થાક અનુભવાય છે. પીડિતને કોઈ કામ કરવાનું મન થતું નથી.

કેટલાક લોકોને ઉબકા પણ આવી શકે છે. પીડિતને હંમેશા ઉલટી થવાનું મન થાય છે.

પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો થઈ શકે છે. ફેટી લીવરના કિસ્સામાં, પેટના ઉપરના ભાગમાં દુખાવો શરૂ થાય છે.

આ લીવર ફેલ્યોરનું બીજું લક્ષણ છે. આમાં, પગમાં સોજો આવવા લાગે છે.

નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.