Gold Price Today: સોનાના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક તેજી ! 95,000ને પાર પહોંચી કિંમત, જાણો આજનો ભાવ
ગયા સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડા બાદ, સોનું ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચવાનું શરૂ કર્યું છે. દેશના મોટાભાગના શહેરોમાં હનુમાન જયંતીના દિવસે સોનાનો ભાવ 95,000ને પાર પહોંચી ગયો છે .

આજે સવારે સોનામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો. ગઈકાલની સરખામણીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે. હવે દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,00,000 રૂપિયાના સ્તરથી માત્ર 4,500 રૂપિયા દૂર છે.

ગયા સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડા બાદ, સોનું ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચવાનું શરૂ કર્યું છે. દેશના મોટાભાગના શહેરોમાં હનુમાન જયંતીના દિવસે સોનાનો ભાવ 95,500 રૂપિયાથી ઉપર આવી ગયો છે.

શનિવાર, 12 એપ્રિલ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,610 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 95,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે મુંબઈમાં, 22 કેરેટ સોનું 87,460 રૂપિયા અને 24 કેરેટ સોનું 95,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 95,460 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,510 પર ટ્રેડ કરી રહ્યો છે.

શનિવાર, 12 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 97,100 રૂપિયા પહોચ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે.

અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેરિફને કારણે થોડા સમય પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી મોંઘુ થવા લાગ્યું છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતમાં સોનાના ભાવ દરરોજ બદલાય છે, જે વૈશ્વિક દરો, આયાત ડ્યુટી, કર અને રૂપિયાના મૂલ્યના આધારે થાય છે. હાલમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લગભગ $3163 થી ઘટીને $3100 પ્રતિ ગ્રામ થયો છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો



























































