Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 એપ્રિલના મહત્વના સમાચાર : જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાયરલ થતા સાધુ ચંદ્રસગર સામે ભભુક્યો રોષ, મૂર્તિ બનાવવાના નામે ચાંદી ભેગી કરવાનો પણ લાગ્યો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2025 | 8:09 PM

IPL 2025 ની 28મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બંને ટીમો પોતાની પાછલી મેચ હાર્યા બાદ અહીં આવી છે.

13 એપ્રિલના મહત્વના સમાચાર :  જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાયરલ થતા સાધુ ચંદ્રસગર સામે ભભુક્યો રોષ, મૂર્તિ બનાવવાના નામે ચાંદી ભેગી કરવાનો પણ લાગ્યો આરોપ

આજે IPL 2025 માં ડબલ હેડર મેચ છે. દિવસની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો ટકરાઈ રહી છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Apr 2025 07:44 PM (IST)

    ગુજરાતના શિક્ષણ મામલે અખીલેશ યાદવની પોસ્ટ બાદ છેડાયો વિવાદનો મધપૂડો

    બોર્ડની પરીક્ષાના પરિણામ પહેલા સર્જાયો છે રાજકીય વિવાદ અને તે પણ પરિણામોના સમાચારને લઈને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમણે બે વર્ષ પહેલાના ગુજરાત બોર્ડના પરિણામો અંગે આવેલા સમાચારની એક પોસ્ટ શેર કરી અને ગુજરાતના શિક્ષણની ટીકા કરી. આ વિવાદીત પોસ્ટ મામલે રાજ્યનાં શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયા આકરા પાણીએ છે. પાસેરીયાએ આ પોસ્ટને નિષ્ફળ નેતાનો ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પાનસેરીયાએ કહ્યું કે ગુજરાતમાં ધોરણ-10નું પરિણામ જ જાહેર થવાનું જ બાકી છે. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાનાં ખાનગીકરણનો ભાજપ પર આરોપ લગાવ્યો. ગુજરાતના શિક્ષણ અંગે થયેલ દાવાને શક્તિસિંહે સત્ય અને વાસ્તવિક ગણાવ્યા.

  • 13 Apr 2025 07:25 PM (IST)

    કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હવા ઉભી કરવાનો પ્રયાસ

    કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હવે બેઠકો થઈ રહી છે. સાબરકાંઠાના ગ્રોમર કેમ્પસમાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્ર ઝાલાના મળતિયાઓએ બેઠક યોજીને ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં હવા ઉભી કરવાનો પ્રયાસ કરાયો. બેઠકમાં “વી સોપર્ટ બીઝેટ”ના બેનર લગાવીને ભૂપેન્દ્ર ઝાલાની તરફેણ કરવામાં આવી. ભુપેન્દ્ર ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાના પ્લેકાર્ડ સમર્થકોએ દર્શાવ્યા હતા. જોકે આ બેઠકમાં મોટા ભાગના ભૂપેન્દ્ર ઝાલાની મળતિયાઓ જ હતા. કોઈ રોકાણકાર બેઠકમાં હાજર ન રહેતા બેઠકનો ફિયાસ્કો થયો હતો.

  • 13 Apr 2025 07:21 PM (IST)

    અમદાવાદમાં 20 વર્ષિય યુવકની હત્યા

    અમદાવાદના વટવામાં પ્રેમ પ્રકરણમાં ખુની ખેલ ખેલાયો. સદભાવના ચાર માળિયા પાસે 20 વર્ષના યુવક જાવેદ સલીમ પઢેલની પ્રેમ પ્રકરણમાં હત્યા નીપજાવામાં આવી છે. યુવકને પગના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. હત્યા સમયના વીડિયો પણ સામે આવ્યા છે. જેમા મૃતકને પગ પર છરી વાગતા તે ઢળી પડે છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી 4 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

  • 13 Apr 2025 05:48 PM (IST)

    અમદાવાદ: ગુજરાત કોંગ્રેસનાં સંગઠનનાં માળખામાં ફેરફારની કવાયત

    • અમદાવાદ: ગુજરાત કોંગ્રેસનાં સંગઠનનાં માળખામાં ફેરફારની કવાયત
    • રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહનું નિવેદન
    • જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત કરવામાં આવશે
    • કોંગ્રેસનાં દેશભરનાં મોટા નેતાઓને સોંપાઇ જવાબદારી
    • સંગઠન સ્તરનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરાશે
    • નિરીક્ષકનું પંચ જિલ્લાઓમાં જઇ યોગ્ય વ્યક્તિને સોંપશે જવાબદારી
    • 15 એપ્રિલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથે કરશે ઓરિએન્ટેશન બેઠક
    • 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો રાહુલ ગાંધી કરાવશે પ્રારંભ
  • 13 Apr 2025 05:47 PM (IST)

    અમદાવાદઃ નિકોલ ગોપાલ ચોક ખાતે ચાર દિવસે પણ નથી ઓસર્યા ગટરના પાણી

    • અમદાવાદઃ નિકોલ ગોપાલ ચોક ખાતે આજે પણ પરિસ્થિતિ જેમની તેમ
    • નિકોલમાં ડ્રેનેજના પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન
    • કોર્પોરેશનની ઓફિસમાં જઈને રજૂઆત છતાં હજૂ સ્થિતિ સુધરી નહીં
    • એડિશનલ કમિશનર સ્થળ મુલાકાત લઈને ગયા છતાય પરિણામ નહીં
    • સ્થાનિકોમાં નારાજગી, સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેની ચિંતા
    • કયા સુધી આવી પરિસ્થિતિમાં સ્થાનિકોએ રહેવું પડશે તે સવાલ
  • 13 Apr 2025 05:36 PM (IST)

    નવસારી: 100થી વધુ લોકો ફૂડ પોઇઝનનો શિકાર

    • નવસારી: 100થી વધુ લોકો ફૂડ પોઇઝનનો શિકાર
    • મટવાડ અને સામાપોર ગામમાં લોકોને ઝાડા-ઉલટીની ફરિયાદ
    • ધાર્મિક પ્રસંગના ભંડારામાં જમ્યા બાદ હાલત ખરાબ
    • સૌથી વધારે 70 જેટલા બાળકોને થઇ અસર
    • આરોગ્યની ટીમે અસરગ્રસ્તોને આપી સારવાર
    • મહાપ્રસાદ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે ઉઠ્યા સવાલ
    • મટવાડ અને સામાપોરમાં મહાપ્રસાદ બનાવનાર એક જ કોન્ટ્રાક્ટર
    • ભોજનમાં પીરસેલી છાશ અને કેરી પણ શંકાસ્પદ હોવાની ચર્ચા
    • ફૂડ વિભાગે સ્થળ પર જઇને ભોજનના સેમ્પલ લીધા
  • 13 Apr 2025 05:36 PM (IST)

    જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટા વાયરલ, સાધુ સાગરચંદ્ર સામે ભભુક્યો રોષ

    જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાઇરલ થતા સાધુ સાગરચંદ્ર સાગર સામે જૈન સમાજમાં ભારે આક્રોશ ભૂભક્યો છે. જૈન સમાજના આગેવાનો અને યુવાઓ સાગરચંદ્ર સાગર સામે કાર્યવાહી કરવાની માગણી સાથે વિરોધ કરી રહ્યા છે. જૈન સમાજના આગેવાનોએ સાધુ સાગરચંદ્ર સાગર પર આક્ષેપ કરતા કહ્યું કે આવા પાખંડીઓને લીધે જ સમાજ બદનામ થાય છે. સાગરચંદ્ર સાગરે ધર્મના નામે ધંધો કર્યો અને સંપત્તિ ભેગી કર્યાનો પણ આક્ષેપ મૂર્તિ બનાવવાના નામે ચાંદી ભેગી કર્યાનો પણ જૈન સમાજના આગેવાનો જ આક્ષેપ કર્યા છે. સમાજનાં અગ્રણીઓએ કહ્યું કે, સાગરચંદ્ર અને ફોટોમાં દેખાતી સાધ્વીજીને સંસારમાં પરત મોકલી દેવા જોઈએ. સાધુ વેશમાં મૂર્તિઓનો વેપાર સામે જૈન સમાજના આગેવાનો સવાલ ઉઠાવ્યા છે.

  • 13 Apr 2025 05:35 PM (IST)

    વડોદરા: ભીષણ આગ બાદ કાર બળીને રાખ

    • વડોદરા: ભીષણ આગ બાદ કાર બળીને રાખ
    • ડભોઈ-વડોદરા માર્ગ પર પલાસવાડા પાસે બની ઘટના
    • કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી
    • ઝાડ સાથે ટક્કર બાદ કારમાં એકાએક ભડકી ભીષણ આગ
    • સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં બે વ્યક્તિનો આબાદ બચાવ
    • વડોદરા ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ
    • આગને પગલે ટ્રાફિક જામ થતાં વાહનો ચાલકો મુકાયા મુશ્કેલીમાં

    તો આગને પગલે રસ્તા પર 2 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી હતી.

  • 13 Apr 2025 05:02 PM (IST)

    IPL 2024 Live Score: કોહલીએ ધ્રુવ જુરેલનો કેચ છોડ્યો

    17મી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલીએ ધ્રુવ જુરેલનો આસાન કેચ છોડી દીધો. 17 ઓવર પછી, રાજસ્થાને 3 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા. ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર ક્રીઝ પર છે.

  • 13 Apr 2025 04:50 PM (IST)

    IPL 2024 Live Score: રાજસ્થાને ત્રીજી વિકેટ ગુમાવી

    રાજસ્થાને ત્રીજી વિકેટ ગુમાવી, યશસ્વી 75 રન બનાવીને આઉટ થયો

  • 13 Apr 2025 04:45 PM (IST)

    IPL 2024 Live Score: 6 ઓવર બાકી

    14ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે અને 6 ઓવરની રમત બાકી છે. રાજસ્થાને 2 વિકેટ ગુમાવીને 107 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 40 બોલમાં 58 રન બનાવીને અને ધ્રુવ જુરેલ 3 બોલમાં 1 રન બનાવીને ક્રીઝ પર છે.

  • 13 Apr 2025 04:39 PM (IST)

    IPL 2024 Live Score: રાજસ્થાનનો સ્કોર 100 રન પાર

    રાજસ્થાનને બીજો ઝટકો લાગ્યો છે. રિયાન પરાગ 22 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો છે.

  • 13 Apr 2025 04:38 PM (IST)

    IPL 2024 Live Score: યશસ્વીએ અડધી સદી ફટકારી

    યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી છે.  35 બોલમાં સિઝનમાં આ તેની બીજી અડધી સદી છે.

  • 13 Apr 2025 04:36 PM (IST)

    IPL 2024 Live Score: રાજસ્થાનને બીજો ઝટકો લાગ્યો

    રિયાન પરાગ આઉટ

  • 13 Apr 2025 04:23 PM (IST)

    IPL 2024 Live Score: 9મી ઓવરમાં 7 રન આવ્યા

    9મી ઓવરમાં કૃણાલ પંડ્યાએ 7 રન આપ્યા. રાજસ્થાને 1 વિકેટ ગુમાવીને 65 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 28 બોલમાં 40 રન બનાવીને ક્રીઝ પર છે અને રિયાન પરાગ 7 બોલમાં 8 રન બનાવીને ક્રીઝ પર છે.

  • 13 Apr 2025 04:15 PM (IST)

    IPL 2024 Live Score: રાજસ્થાનનો સ્કોર 50 રનને પાર

    8 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે. રાજસ્થાને 1 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે.

  • 13 Apr 2025 04:14 PM (IST)

    IPL 2024 Live Score: રાજસ્થાને પહેલી વિકેટ ગુમાવી

    સંજુ સેમસન આઉટ થયો. તેણે 19  બોલમાં 15 રન બનાવ્યા. 7 ઓવર પછી, રાજસ્થાને 1 વિકેટના નુકસાન પર 50 રન બનાવી લીધા છે.

  • 13 Apr 2025 04:07 PM (IST)

    IPL 2024 Live Score: પાવરપ્લેમાં રાજસ્થાને 45 રન બનાવ્યા

    પહેલો પાવરપ્લે પૂરો થયો. 6 ઓવર પછી, રાજસ્થાને કોઈપણ નુકસાન વિના 45 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 20 બોલમાં 30 રન અને સંજુ સેમસન 16 બોલમાં 13 રન બનાવીને ક્રીઝ પર છે.

  • 13 Apr 2025 03:48 PM (IST)

    Rajasthan Royals vs Royal Challengers Bengaluru Live Score: યશસ્વીએ ચોગ્ગો ફટકાર્યો

    રાજસ્થાને 2 ઓવર પછી 13 રન બનાવ્યા છે.

  • 13 Apr 2025 03:40 PM (IST)

    Rajasthan Royals vs Royal Challengers Bengaluru Live Score: રાજસ્થાને બેટિંગ શરૂ કરી

    રાજસ્થાન રોયલ્સ ટીમે બેટિંગ શરૂ કરી દીધી છે. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન ઓપનિંગ માટે મેદાનમાં ઉતર્યા છે. બેંગ્લોર માટે ભુવનેશ્વર કુમારે બોલિંગ શરૂ કરી છે. પહેલી ઓવરમાં 6 રન આવ્યા છે.

  • 13 Apr 2025 03:17 PM (IST)

    IPL 2025 RR vs RCB Live Score : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીત્યો

    આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. રજત પાટીદારે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે.

  • 13 Apr 2025 03:16 PM (IST)

    IPL 2025 ની 28મી મેચ

    IPL 2025 ની 28મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે એકબીજા સામે ટકરાશે. આ મેચનો ટોસ 3 વાગ્યે થશે

  • 13 Apr 2025 02:44 PM (IST)

    નિકોલના ત્રસ્ત નાગરિકો, સ્થાનિક કોર્પોરેટોરોને ગટરનું ગંદુ પાણી ગંગાજળ તરીકે અર્પણ કરશે !

    નિકોલના ગોપાલ ચોક ખાતે આજે પણ પરિસ્થિતિ જેમની તેમ યથાવત રહેવા પામી છે. વગર વરસાદે ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં છે. કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં જઈને રજૂઆત કરવા છતા અને  એડિશનલ કમિશનરે સ્થળ મુલાકાત કરીને કચેરીએ પરત ગયા હોવા છતાય કોઈ જ ફળદાયી પરિણામ આવ્યુ નથી. સ્થાનિકોમાં કોર્પોરેટર પ્રત્યે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો સ્થાનિકો આ ગટરનું પાણી કોર્પોરેટરને ગંગાજળ તરીકે અર્પણ કરશે.

  • 13 Apr 2025 02:27 PM (IST)

    હિમાચલના મંડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા

    હિમાચલના મંડી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી પાંચ કિલોમીટર નીચે માપવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર સુંદર નગરના જયદેવીમાં હતું. હાલમાં આ આંચકાઓને કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.

  • 13 Apr 2025 02:07 PM (IST)

    અમદાવાદના વટવા સદભાવના ચાર માળિયા પાસે યુવાનની હત્યા

    અમદાવાદના વટવા સદભાવના ચાર માળિયા પાસે યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાવેદ સલીમ નામના 22 વર્ષના યુવકની હત્યા કરાઈ છે. આજે વહેલી સવારે સાથળના ભાગે છરીના ઘા મારીને હત્યા કરાઈ છે. વટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 13 Apr 2025 01:50 PM (IST)

    પોરબંદરનુ માલવાહક જહાજ, મસ્કતથી સોમાલિયા તરફ જતા દરિયામાં તુટી પડ્યું

    પોરબંદરના ખારવા અગ્રણીનું વધુ એક માલ વાહક વહાણ સમુદ્રમાં તુટી ગયું. હયાન નામનું વહાણ મસ્ક્તથી સોમાલિયા તરફ જતા થયું ક્રેશ. વહાણમાં કિંમતી સમાન હોવાનું સામે આવ્યું છે. વહાણ કુલ 13 કૃ મેમ્બર સવાર હતા. જે તમામ નો આબાદ બચાવ થયો છે. વહાણ હાલ કિનારા પર લાવવામાં આવ્યું છે તેમાંથી સામાન બહાર કાઢવા પ્રયાસ કરાઈ રહ્યો છે. વહાણ માલિક માલિક ભીખુ વેલજી લોઢારીનું હતું આ ત્રીજું વહાણ ડૂબ્યુ છે. અગાઉ પણ બે વહાણની થઈ છે જળ સમાધી.

  • 13 Apr 2025 11:27 AM (IST)

    ગાંધીનગરમાથી પસાર થતી સાબરમતી નદીમાં અમદાવાદના 2 યુવક ડૂબ્યાં

    ગાંધીનગરમાથી પસાર થતી સાબરમતી નદીમાં અમદાવાદના 2 યુવક ડૂબ્યાં. મૃતક બન્ને યુવાન અમદાવાદ ચાંદખેડાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ભારે ગરમીના કારણે બન્ને યુવાન સાબરમતી નદીમાં નાહવા જતા ડૂબ્યા હતા. ગઈ કાલે 19 વર્ષીય આર્યન સિંહ રાજપૂતની લાશ, નદીમાં શોધખોળ દરમિયાન મળી આવી હતી. જ્યારે બીજા યુવાન અંશ પંડિતનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. તંત્ર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ હાલ ચાલુ છે.

  • 13 Apr 2025 11:14 AM (IST)

    નર્મદા ઉતરવાહિની પરિક્રમામાં ભાવિક ભક્તોની ભારે ભીડ, સરકારે કરેલ વ્યવસ્થા ખૂટી પડી

    નર્મદા ઉતરવાહિની પરિક્રમામાં ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સોમવાર સુધી જાહેર રજા હોવાથી પરિક્રમા કરવા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યુ હોય તેવી ભીડ જોવા મળી છે. રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રીથી જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતી. હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. જો કે આ વર્ષે, વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ સારી કરવામાં આવી છે, પરંતુ અચાનક પરિક્રમા માટે ભાવિક ભક્તોનો ધસારો વધી જતા વ્યવસ્થાઓ ઓછી પડી રહી છે. તંત્ર એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની પણ માગણી કરી છે.  રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમા વાસીઓને નદીને સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. લોકોએ તેમના વાહનો રસ્તા પર આડેઘડ વાહનો પાર્ક કરી દીધા છે. રેંગણ ઘાટ પર ભીડ વધી જતાં ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મીની બસ સેવામાં મુકાઈ છે.

  • 13 Apr 2025 10:51 AM (IST)

    ડભોઈના પલાસવાડા પાસે ઝાડ સાથે કાર અથડાયા બાદ લાગી આગ, 2 વ્યક્તિનો બચાવ

    વડોદરાના ડભોઈના  પલાસવાડા પાસે ઝાડ સાથે કાર અથડાયા બાદ લાગી આગ, 2 વ્યક્તિનો બચાવ થવા પામ્યો છે. પલાસવાડા ફાટક પાસે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર ઝાડ સાથે અથડાઈ માર્ગની બાજુમાં ઊતરી જતા કારમાં એકાએક આગ લાગી હતી. કારમાં સવાર બે વ્યક્તિ સમયસુચકતા વાપરીને બહાર નીકળી જતા બન્નેનો આબાદ બચાવ થયો છે. વડોદરા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.

  • 13 Apr 2025 10:00 AM (IST)

    વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જમ્મુ કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

    વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જમ્મુ કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી. આત્મહત્યા કરનાર અભિષેક શર્મા મૂળ જમ્મુ કાશ્મીરના ઉધમપુરથીવડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવ્યો હતો. અગમ્ય કારણોસર એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલમાં,  પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી દીધી હતીં. આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે.

  • 13 Apr 2025 09:57 AM (IST)

    દ્વારકામાં ગેરકાયદે બાંધકામ તોડવા દરમિયાન મળ્યુ વર્ષો જૂનુ મંદિર, ગુજરાત પોલીસે કર્યું પુનઃસ્થાપન- હર્ષ સંઘવીએ કર્યુ ટ્વિટ 

    દ્વારકાના બાલાપુર ખાતે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે તંત્રે હાથ ધરેલ ડિમોલેશન સમયે એક મંદિર મળી આવ્યું હતું. આ મંદિરનું ગુજરાત પોલીસે પુનઃસ્થાપન કર્યું હોવાનું ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર નોંધ કરીને જાહેર કર્યું છે. ગુજરાત પોલીસે મંદિરનું રીપેરીંગ કરી પુનઃસ્થાપન કર્યું. દ્વારકામાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર પુનઃસ્થાપન કરાયું છે. તેમા એવો દાવો પણ કરાયો છે કે, અતિક્રમણના કારણે મંદિરમાં પૂજા પાઠ બંધ થયા હતા.

  • 13 Apr 2025 09:51 AM (IST)

    પાટણના સરસ્વતીના મોરપા ગામના તળાવમાં ભાઈ-બહેન ડૂબ્યાં

    પાટણ જિલ્લાના સરસ્વતીના મોરપા ગામના તળાવમાં બે બાળકો ડૂબ્યાની ઘટના બની છે. તળાવ ડૂબવાથી 2 બાળકોના મોત થયા છે. સગા ભાઇ- બહેનના ડૂબવાથી મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. 4 બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા. જેમાંથી 9 વર્ષના ભાઇ અને 14 વર્ષની બહેનનું ડૂબવાથી મોત થયું છે.

  • 13 Apr 2025 09:49 AM (IST)

    મહેસાણાના ઉનાવા નજીક ખેતરમાં વૃદ્ધ ઉપર મધમાખીઓનો હુમલો !

    મહેસાણાના ઉનાવા નજીકના એક ખેતરમાં વૃદ્ધ ઉપર મધમાખીઓ હુમલો કર્યો છે. મધમાખીઓના ઝુંડથી ઘેરાયેલા વૃદ્ધનું 108 દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભાન્ડુ ગામેથી 108 ની ટીમ દ્વારા ખેતરમાં મધમાખીઓના ઝુંડની વચ્ચે ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વૃદ્ધને રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 13 Apr 2025 08:38 AM (IST)

    સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ, એકનુ મોત, ચાર હોસ્પિટલમાં દાખલ

    સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના મોભીનુ મોત થયું છે.  વડાલીના સગર પરિવારના દંપતિ અને ત્રણ બાળકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકો સહિત ચાર જણા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળ સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી

  • 13 Apr 2025 07:37 AM (IST)

    મહિસાગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ, માવઠું થાય તો ઉનાળુ પાકને નુકસાનની ભીતિ

    મહીસાગર જિલ્લામાં, આજે રવિવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જોકે ગરમીથી લોકોને જરૂર રાહત મળી છે. વાદળછાયા વાતાવરણને લઈને તાપમાનનો પારો ઘટ્યો છે. જો માવઠું થાય તો મકાઈ, મગફળી, બાજરી, દિવેલા, ઘાસચારા જેવા પાકોને નુકસાન થઈ શકે છે તેમ ખેડૂત વર્ગમાં ચર્ચા થઈ રહી છે.

  • 13 Apr 2025 07:21 AM (IST)

    અમદાવાદમાં રાજપથ કલબ પાસેના શિવાલિક બિઝનેસ સેન્ટરમાં લાગી આગ

    અમદાવાદની રાજપથ ક્લબ પાસે આવેલ શિવાલિક બિઝનેસ સેન્ટરમાં શનિવારે  આગ લાગવાનો બનાવ બન્યો હતો. શિવાલિક બિઝનેસ સેન્ટરમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યું હતું. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને કાબૂમાં લીધી હતી. જો કે આગનો બનાવ A 1 લિમિટેડ નામની ઓફિસમાં લાગી હોવાનુ સામે આવ્યું હતું.

  • 13 Apr 2025 07:18 AM (IST)

    બોટાદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી

    બોટાદ શહેરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલ મારામારીમાં એક વ્યક્તિને ઈજા થવા પામી છે. જૂની અદાવતને લઈને મહિલાઓ સહીતના લોકો ટોળા સ્વરૂપે લાકડીઓ લઈને એકબીજા ઉપર તુટી પડ્યા હતા. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોને સરકારી સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બોટાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - Apr 13,2025 7:18 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">