IPL 2025 : ‘શેર બુઢા હો ગયા !’ ધોની કેપ્ટન બનતાની સાથે જ તેના નામે જોડાયો શરમજનક રેકોર્ડ, મળી અત્યાર સુધીની મોટી હાર
ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તેના હોમ ગ્રાઉન્ડમાં પડી ભાંગી. CSKના બેટ્સમેન KKRના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ધોનીની કેપ્ટનશીપ પણ ટીમમાં કોઈ ઉત્સાહ જગાડી શકી નહીં. ટીમે તેના હોમ ગ્રાઉન્ડમાં એક નવો શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો.

IPL 2025 ની 25મી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગે કોલકાતા નાઈટ રાઈડર્સના બોલરો સામે સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લીધી. ધોની કેપ્ટન બનતાની સાથે જ તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો. આઈપીએલની આ સીઝનમાં કોઈએ આવી શરમજનક બેટિંગ જોઈ નહીં હોય. KKR સામે CSK 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 103 રન બનાવી શક્યું. ચેપોક ખાતે આ CSKનો સૌથી ઓછો સ્કોર છે.

સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ CSK બેટ્સમેનોને ક્યાંય પણ સ્થિર થવા દીધા નહીં. હર્ષિત રાણાએ પણ બે વિકેટ લઈને સુનીલ અને વરુણને સાથ આપ્યો. સુનીલ નારાયણે ત્રણ વિકેટ લીધી જ્યારે વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી.

નવા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર સુનીલ નારાયણની બોલિંગ સામે લાચાર દેખાયા અને માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. સુનીલ નારાયણ સામે ધોનીનો સ્ટ્રાઇક રેટ ફક્ત 52.00 છે. જે તેમને અનુકૂળ નથી.

KKRના ઓલરાઉન્ડર સુનીલ નારાયણ સામે મહેન્દ્ર સિંહ ધોનીનું બેટ હંમેશા શાંત રહે છે. ધોનીનો તેની સામે સ્ટ્રાઇક રેટ ફક્ત 52 છે. ટી20 ફોર્મેટમાં, ધોનીએ સુનીલ નારાયણ સામે 92 બોલ રમ્યા છે, જેમાં તે ફક્ત 48 રન બનાવી શક્યો છે અને ત્રણ વાર આઉટ થયો છે. આઈપીએલમાં 9મા નંબરે રમવા આવેલા ધોનીનો રેકોર્ડ સારો નથી.

2024 માં, તે પહેલી વાર પંજાબ કિંગ્સ સામે 9મા નંબરે રમવા આવ્યો, જેમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આ સિઝનમાં પણ, તે RCB સામે 9મા નંબરે રમવા આવ્યો અને અણનમ 30 રન બનાવ્યા, જ્યારે KKR સામે તે માત્ર એક રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.

KKR સામે, ચેન્નાઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 103 રન બનાવ્યા. આ CSKનો તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર સૌથી નાનો ડાઘ છે. આ ઉપરાંત, RCB એ 2019 માં ચેન્નાઈ સામે માત્ર 70 રન બનાવ્યા હતા. 2015 માં, પંજાબ કિંગ્સ CSK સામે 9 વિકેટ ગુમાવીને માત્ર 95 રન બનાવી શક્યું હતું.

2019 માં, દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સામે ફક્ત 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 2023 માં, મુંબઈ ઈન્ડિયન્સ સામે, લખનૌ સુપરજાયન્ટ્સની આખી ટીમ ફક્ત 101 રનમાં પેવેલિયન પાછી ફરી હતી. જેને કારણે ચાહકો નારઝ થયા હતા.

સુનીલ નારાયણ સામે ધોનીનો સ્ટ્રાઇક રેટ ફક્ત 52 છે. આ ઉપરાંત, રાશિદ ખાન સામે જોસ બટલરનો સ્ટ્રાઇક રેટ 60 છે. સંદીપ શર્મા સામે પાર્થિવ પટેલનો સ્ટ્રાઇક રેટ 61 છે. નમન ઓઝાનો સુનીલ નારાયણ સામે ફક્ત 64નો સ્ટ્રાઇક રેટ છે જ્યારે મનીષ પાંડેનો અક્ષર પટેલ સામે 64નો સ્ટ્રાઇક રેટ છે. (All Image - BCCI )
