માત્ર 601 રૂપિયામાં મળશે 1 વર્ષ માટે અનલિમિટેડ 5G ડેટા ! મુકેશ અંબાણીના પ્લાને મચાવી હલચલ
આ 601 રુપિયાનો આ પ્લાન અનલિમિટેડ 5G સાથે તમને 1 વર્ષ માટે મળી રહ્યો છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તમે તેને તમારા માટે ખરીદી શકો છો અથવા તમે આ પ્લાન તમારા પ્રિયજનને ભેટમાં પણ આપી શકો છો.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પાસે સસ્તાથી લઈને મોંઘા દરેક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવો સસ્તો રિચાર્જ પ્લાન શોધી કાઢ્યો છે જે ઓછી કિંમતે ખૂબ જ ફાયદા આપી રહ્યો છે, આ પ્લાનની કિંમત 601 રૂપિયા છે.

આ 601 રુપિયાનો આ પ્લાન અનલિમિટેડ 5G સાથે તમને 1 વર્ષ માટે મળી રહ્યો છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તમે તેને તમારા માટે ખરીદી શકો છો અથવા તમે આ પ્લાન તમારા પ્રિયજનને ભેટમાં પણ આપી શકો છો.

Jio ના આ પ્લાન અમર્યાદિત 5G ડેટા સાથે મળશે, પરંતુ આ પ્લાન સાથે એક શરત જોડાયેલી છે જેનું પાલન કરવું આવશ્યક છે. તો ચાલો જાણીએ કઈ શરતો છે અને 601 રૂપિયા ખર્ચવાથી તમને શું ફાયદો થશે?

રિલાયન્સ જિયોની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 601 રૂપિયાનો રિલાયન્સ જિયો પ્લાન યુઝરના નોન-5G પ્લાનને 1 વર્ષ માટે અનલિમિટેડ 5G પ્લાનમાં અપગ્રેડ કરે છે.

આ વાઉચર સાથે શરત એ છે કે ઓછામાં ઓછો 1.5 GB ડેટા ધરાવતો પ્લાન તમારા પર અથવા તમે જેને વાઉચર ભેટ આપી રહ્યા છો તેના Jio નંબર પર સક્રિય હોવો જોઈએ. આનો અર્થ એ થયો કે યુઝર્સ પાસે પહેલાથી જ 1.5GB દૈનિક ડેટા વાળો વાર્ષિક પ્લાન હશે તેમને જ 601 રૂપિયાના પ્લાનનો લાભ મળશે. 601 રૂપિયા ખર્ચ કર્યા પછી, તમને 12 વાઉચર આપવામાં આવશે, એટલે કે દર મહિને એક વાઉચર મળશે

હવે આ વાઉચર કેવી રીતે ખરીદવું? : તો સૌથી પહેલા 601 રૂપિયાનું Jio વાઉચર ખરીદો. વાઉચર ખરીદવા માટે https://www.jio.com/gift/true-5g ની મુલાકાત લો. તમે જેને વાઉચર ભેટ આપવા માંગો છો કે તમે જાતે ખરીદવા માંગો છો તો તે નંબર અથવા Jio નંબર દાખલ કરો. હવે તમે પેમેન્ટની ચુકવણી કરશો કે તરત જ, તમારા નંબર પર પ્લાન સક્રિય થઈ જશે.

પ્લાન ખરીદ્યા પછી, વાઉચર્સને એક પછી એક રિડીમ કરવાના રહેશે. વાઉચર્સ રિડીમ કરવા માટે, My Jio એપ પર જાઓ. વાઉચર રિડીમ કરતાની સાથે જ તમને અમર્યાદિત 5G ડેટાનો આનંદ મળશે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































