CSK vs KKR: ધોનીએ કેપ્ટન બનતાની સાથે જ રમ્યો મોટો દાવ… કોથળામાંથી કાઢ્યો ખતરનાક બોલર ! એક ઇનિંગમાં લીધી 10 વિકેટ
CSK vs KKR: ચેપોકમાં ફરી એકવાર એમએસ ધોની માટે ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ધોની બે વર્ષ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કેપ્ટન તરીકે રમી રહ્યો છે. કેપ્ટન બનતાની સાથે જ તેણે મોટો જુગાર રમ્યો; છેલ્લા 5 મેચોથી બેન્ચ પર ગરમાવો જમાવનાર 3.4 કરોડ રૂપિયાના ખેલાડીનું નસીબ અચાનક ચમકી ગયું છે.

CSK vs KKR: ચેપોકમાં ફરી એકવાર એમએસ ધોની માટે ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ધોની બે વર્ષ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કેપ્ટન તરીકે રમી રહ્યો છે. કેપ્ટન બનતાની સાથે જ તેણે મોટો દાવ રમ્યો, છેલ્લા 5 મેચોથી બેન્ચ પર ગરમાવો જમાવનાર 3.4 કરોડ રૂપિયાનો ખેલાડી અંશુલ કંબોજનું નસીબ અચાનક ચમકી ગયું છે.

આ જોરદાર બોલરે એક ઇનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. ચેન્નાઈના નિયમિત કેપ્ટન રુતુરાજ ગાયકવાડને કોણીમાં ઈજા થઈ હતી. ઈજાને કારણે તેને સિઝનમાંથી બહાર રહેવું પડ્યું. જેના કારણે હવે ટીમની કમાન એમએસ ધોનીના હાથમાં રહેશે.

અત્યાર સુધીમાં, ચેન્નાઈએ 5 મેચ રમી છે જેમાંથી ટીમે ફક્ત એક જ મેચ જીતી છે, હવે પ્રશ્ન એ છે કે શું ટીમ ધોનીની કેપ્ટનશીપમાં મજબૂત વાપસી કરી શકશે કે નહીં.

હાલમાં વાત મજબૂત બોલરની વાત કરવામાં આવે તો અંશુલ કંબોજ એક ભારતીય ક્રિકેટર છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણા માટે અને અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. ઓક્ટોબર 2024માં, તે 2024 ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ભારત A ટીમની ટીમનો પણ ભાગ હતો.

CSK પ્લેઇંગ-XI રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ. (All Image - BCCI)

































































