LSG vs GT: શાનદાર ફોર્મમાં રહેલા Mitchell Marsh ગુજરાત સામે નહીં રમે, જાણો શા માટે તે મેચમાંથી રહ્યો બહાર
લખનૌએ આ મેચ માટે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે અને Mitchell Marshની જગ્યાએ હિંમત સિંહને તક આપી છે. ગુજરાતે કુલવંત ખજરોલિયાના સ્થાને વોશિંગ્ટન સેન્ડરને પણ તક આપી છે.

લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર Mitchell Marsh IPL 2025માં શાનદાર ફોર્મમાં છે, પરંતુ તે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રમી રહ્યો નથી. આ મેચ લખનૌ અને ટેબલ ટોપર્સ ગુજરાત વચ્ચે અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

લખનૌએ આ મેચ માટે પ્લેઇંગ-11 માં એક ફેરફાર કર્યો છે અને Mitchell Marsh ની જગ્યાએ હિંમત સિંહને તક આપી છે. માર્શની પુત્રી બીમાર છે જેના કારણે તે આ મેચ માટે ઉપલબ્ધ નથી. ગુજરાતે કુલવંત ખજરોલિયાના સ્થાને વોશિંગ્ટન સેન્ડરને પણ તક આપી છે. પંતે ટોસ દરમિયાન કહ્યું કે માર્શની પુત્રી બીમાર છે અને તે તેની સંભાળ રાખી રહ્યો છે.

માર્શ આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે. તેણે પાંચ ઇનિંગ્સમાં 53 ની સરેરાશ અને 180.3 ના સ્ટ્રાઇક રેટથી 265 રન બનાવ્યા છે. માર્શે આ સિઝનમાં ચાર વખત 50+ સ્કોર બનાવ્યા છે અને લખનૌ માટે સતત સારું રમી રહ્યો છે. લખનૌની ટીમમાં માર્શના સ્થાને આવેલા હિંમત સિંહે આ મેચથી IPLમાં ડેબ્યૂ કર્યું.

લખનૌ સામે પ્રથમ બેટિંગ કરતા, ગુજરાતની શરૂઆત સારી રહી કારણ કે પાવરપ્લેના અંત પછી ટીમે 50 રનનો આંકડો પાર કર્યો. સુદર્શન અને ગિલે ટીમને સારી શરૂઆત અપાવી, ગુજરાતને છ ઓવર પછી કોઈ નુકસાન વિના 54 રન સુધી પહોંચાડ્યું.

લખનૌ સુપર જાયન્ટ્સ: એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), હિંમત સિંહ, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન, રવિ બિશ્નોઈ. impact player : આયુષ બદોની, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહેમદ, મેથ્યુ બ્રિત્ઝકે, શમર જોસેફ. (All Image - BCCI)

































































