દાદીમાની વાતો: સૂર્યાસ્ત પછી માટલામાં પાણી કેમ ન ભરવું જોઈએ, વડીલો કેમ આપે છે આવી સલાહ?
દાદીમાની વાતો: ઘર, ઓફિસ, દુકાન, હોટેલ વગેરે બનાવતી વખતે આપણે બધાએ વાસ્તુશાસ્ત્રનો વિચાર કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રની ટિપ્સ નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ કરે છે. તેના ઘણા ફાયદા છે. આજે અમે તમને જણાવીશું કે સૂર્યાસ્ત પછી માટલામાં પાણી કેમ ન ભરવું જોઈએ.

દાદીમાની વાતો: જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી માટલામાં પાણી ભરો છો ત્યારે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં નેગેટિવિટી આવે છે એવું લોકો માને છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી માટલું ભરો છો તો ક્યારેય ગરણી વગર પાણી ન ભરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે માટલામાં પાણી ભરવાથી અમંગળ થાય છે.

રાતભર માટલામાં પાણી ન રાખવું જોઈએ. કારણ કે લાંબા સમય સુધી પાણી રાખવાથી તે દૂષિત થઈ શકે છે. તેમાં બહારની બાજું શેવાળ જમી શકે છે. જેનાથી ટાઇફોઇડ અને અન્ય રોગો થઈ શકે છે. રાત્રે માટલામાં પાણી રાખવાથી તેમાં જંતુઓ પ્રવેશી શકે છે અને પાણી દૂષિત થઈ શકે છે.

રાત્રે પાણી ન ભરવાનું મુખ્ય કારણ એ જ હતું કે પહેલાના સમયમાં લાઈટ પણ નહોતી અને પાણી ભરતી વખતે જો અંધારા કોઈ નાના જંતુઓ અંદર ચાલ્યા જાય તો કંઈ ખબર ના રહેતી. આના લીધે બિમાર પડવાનો ભય રહેતો હતો. એટલા માટે દાદીમા રાત્રે માટલું ભરવાની ના પાડે છે.

જો કોઈ કારણસર તમારે માટલું ભરવાનું થાય છે તો સવારે વહેલા ઉઠો ત્યારે તે માટલાને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. જેથી કરીને તેની ફરતે જે શેવાળ જેવો ચીકણો પદાર્થ જામતો હોય તે અટકી શકે.

ટાઇફોઇડનો ભય: દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડ જેવા રોગો થઈ શકે છે. ઘણા ઘરોમાં રાત્રે માટલામાં પાણી ખુલ્લું રાખવામાં આવે છે, કારણ કે તે ઠંડુ થઈ શકે. જો આણ કરવું હોય તો તેને યોગ્ય સુતરાઉ કાપડ વડે ઢાંકવું જોઈએ. દૂષિત પાણી પીવાથી પાચન સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી રાત્રે વાસણમાં પાણી ન રાખવાની સલાહ આપવામાં આવે છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































