Earthquake in Tamil Nadu: તમિલનાડુમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા

|

Nov 29, 2021 | 6:43 AM

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા અને ઓછી તીવ્રતાના કારણે મોટાભાગના લોકોએ તેના આંચકા અનુભવ્યા ન હતા

Earthquake in Tamil Nadu: તમિલનાડુમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા
Earthquake ( symbolic photo)

Follow us on

તમિલનાડુમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 4.17 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર વેલ્લોરથી 59 કિલોમીટર (WSW)ના અંતરે હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા અને ઓછી તીવ્રતાના કારણે મોટાભાગના લોકોએ તેના આંચકા અનુભવ્યા ન હતા. આમ છતાં કેટલાક લોકો ગભરાઈ ગયા હતા. જો કે, આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ કે જાન-માલના નુકસાનના અહેવાલ નથી. છેલ્લા કેટલાક મહિનામાં દક્ષિણ ભારતમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:36 am, Mon, 29 November 21

Next Article