Surendranagar : લખતરના દેવળીયામાં કોઝવે પર ભરાયા પાણી, વાહનચાલકોને હાલાકી

|

Jun 21, 2021 | 8:06 PM

Surendranagar : ભાથરીયા ગામના સરપંચ દ્વારા આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. છતાં પણ આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી.

Surendranagar : રાજ્યભરમાંથી ચોમાસાને લઈને વિવિધ અહેવાલો સામે આવી રહ્યા છે. એક તરફ લોકો સારા વરસાદને હોંશે હોંશે વધાવી રહ્યા છે ત્યાં બીજી તરફ ભારે વરસાદને લઈને ક્યાંકને ક્યાંક લોકો હાલાકીઓ પણ ભોગવી રહ્યા છે. આવી જ કઈક મુશ્કેલીઓનો સામનો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકના લોકો કરી રહ્યા છે .

લખતર તાલુકાના દેવળીયાથી સુરેન્દ્રનગર તરફ જોડતા રોડ પર ચારથી પાંચ કોઝવે આવે છે. જેના પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હજુ તો ચોમાસાની શરૂઆતના વરસાદમાં જ જો આવા દ્રશ્યો છે તો મોસમનો વરસાદ બરાબર જામશે ત્યારે શું થશે ? તેવી ચિંતા લોકોમાં જોવા મળી રહે છે.

કોઝવેમાં ભરાઈ રહેલ પાણીમાંથી વાહનચાલકોને પોતાના વાહનો પસાર કરવા પડે છે. જેના કારણે લોકોના વાહનો પણ બંધ થઈ જાય છે અને નાના મોટા અકસ્માત થવાનો પણ ભય રહે છે. ભાથરીયા ગામના સરપંચ દ્વારા આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. છતાં પણ આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી.

આ કોઝવેની કામગીરીને લઈને આ ગામના લોકો છેલ્લા 15 વર્ષથી તંત્રને રજૂઆત કરી રહ્યાના આક્ષેપો કરી રહયા છે. હવે જોવાનું તે રહે છે તંત્ર આ સમસ્યા પર ધ્યાન આપશે કે પછી આક્ષેપ પ્રમાણે 15 વર્ષથી સર્જાતી આ સમસ્યાને હજુ પણ આગળ ધપાવશે અને સ્થાનિકોને તેના હાલ પર જ છોડી મૂકશે.

આ પણ વાંચો : Career in Yoga : કરો આ 9 કોર્ષ અને બનાવો યોગ ક્ષેત્રમાં કારકિર્દી, આ રહ્યું 15 કોલેજોનું લિસ્ટ

Next Video