જૂની સિવિલ : પાંચ વર્ષમાં ત્રણવાર બદલ્યા પ્લાન છતાં પણ નથી શરૂ થઇ શક્યું હોસ્પિટલ બનાવવાનું કામ

એક મેડિકલ (Medical )ઓફિસરે જણાવ્યું કે જો અહીં સુવિધાઓ વધારવામાં આવે તો રોજના 1000 દર્દીઓ સારવાર માટે આવશે. જૂની સિવિલ હોસ્પિટલમાં ભલે દર્દીઓ ઓછા હોય, પરંતુ નવા બિલ્ડીંગ બાદ તેમાં રોજના 1000થી વધુ દર્દીઓ આવવાની ધારણા છે.

જૂની સિવિલ : પાંચ વર્ષમાં ત્રણવાર બદલ્યા પ્લાન છતાં પણ નથી શરૂ થઇ શક્યું હોસ્પિટલ બનાવવાનું કામ
Old Civil Hospital (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 9:38 PM

ચોકબજારમાં આવેલી જૂની સિવિલ (Civil ) હોસ્પિટલના પ્લાનમાં પાંચ વર્ષમાં ત્રણ વખત ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ છતાં આજદિન સુધી તેના બાંધકામ અને હોસ્પિટલના (Hospital )બિલ્ડીંગ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી. અત્યાર સુધી આ યોજના માત્ર કાગળ પર જ ચાલી રહી છે. જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગને વર્ષ 2017માં હેરિટેજ જાહેર કરાઈ ગતિ. હવે અહીં નવી બિલ્ડીંગ બનાવવાને લઈને સમસ્યા ઉભી થઈ છે. વર્ષ 2019માં અહીં એક નવી હોસ્પિટલ બનવાની હતી. વર્ષ 2020માં અહીં આયુષ મેડિકલ કોલેજ બનાવવાની યોજનામાં ફેરફાર કરવાની યોજના હતી. તે પછી, 2021 માં ફરીથી નવી હોસ્પિટલ બનાવવાની વાત થઈ.

ત્રણ વખત પ્લાન બદલ્યા બાદ પણ હજુ સુધી કોઈ કામ શરૂ થયું નથી. જો કે છેલ્લા 1 વર્ષથી જૂની સિવિલ હોસ્પિટલમાં કામકાજ બંધ છે. તેના બદલે હોસ્પિટલને બે માળની બિલ્ડીંગમાં ખસેડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જૂની સિવિલ હોસ્પિટલમાં આંખની ખાસ સારવાર કરવામાં આવે છે. આ સિવાય અહીં સામાન્ય રોગોની પણ સારવાર કરવામાં આવે છે.

સુરતનું નિર્માણ વર્ષ 1857માં થયું હતું, એસવીએનઆઈટીએ આ ઈમારતને જર્જરિત જાહેર કરી હતી

આ ઈમારત બ્રિટિશ શાસન દરમિયાન 1857માં બનાવવામાં આવી હતી. તેને વર્ષ 2017માં હેરિટેજ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2019માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT) એ આ ઈમારતને જર્જરિત જાહેર કરી હતી. આ પછી અહીં સારવાર બંધ કરી દેવામાં આવી હતી. રાજ્ય સરકારે દર્દીઓની સારવાર માટે કેમ્પસમાં બે માળનું બિલ્ડીંગ બનાવ્યું છે. જેમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નવા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપીડી, પહેલા માળે રજીસ્ટ્રેશન અને બીજા માળે ઓપરેશન થિયેટર છે. હોસ્પિટલમાં દરરોજ 200 નવા કેસ આવે છે. જનરલ મેડિસિન ડેન્ટલ અને આઇ વિભાગ અહીં ચાલે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

2010માં પિડિયાટ્રિક, ગાયનેક વિભાગ સિવિલમાં ખસેડાયો

સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો જૂની સિવિલ હોસ્પિટલમાં નવું બનાવીને હોસ્પિટલ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. જૂની ઇમારતને હેરિટેજ જાહેર કરવામાં આવી છે. આનાથી જૂની ઈમારતને તોડવી મુશ્કેલ છે. જ્યાં સુધી જૂનું સ્ટ્રક્ચર દૂર નહીં થાય ત્યાં સુધી નવું બિલ્ડિંગ નહીં બને. છેલ્લા 5 વર્ષમાં ત્રણ વખત પ્લાન બદલવાના કારણે રાજ્ય સરકારની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા થયા છે.

જૂની સિવિલમાં સુવિધા હશે તો રોજના 1000 દર્દીઓ આવશે

ચોક બજાર એ શહેરની સૌથી જૂની વસાહત છે. અહીં વસ્તી પણ વધુ છે. જૂની સિવિલ હોસ્પિટલમાં ભલે દર્દીઓ ઓછા હોય, પરંતુ નવા બિલ્ડીંગ બાદ તેમાં રોજના 1000થી વધુ દર્દીઓ આવવાની ધારણા છે. જેના કારણે સિવિલમાં દર્દીઓના કામનું ભારણ ઘટશે. સુવિધાના અભાવે ચોકબજાર, ભાગલ, નાનપુરા વિસ્તારના દર્દીઓ સારવાર માટે મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલમાં આવે છે. નામ ન આપવાની શરતે એક મેડિકલ ઓફિસરે જણાવ્યું કે જો અહીં સુવિધાઓ વધારવામાં આવે તો રોજના 1000 દર્દીઓ સારવાર માટે આવશે.

બ્રિટિશ શાસન દરમિયાન બનેલ બિલ્ડીંગને મ્યુઝિયમ બનાવવાની તૈયારી ચાલી રહી હતી

સિવિલ હોસ્પિટલની જૂની ઈમારતને જર્જરિત જાહેર કરાયા બાદ તેનું સમારકામ કરીને તેમાં મ્યુઝિયમ બનાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પારસી સમાજે આ જમીન અંગ્રેજોના શાસન દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત કામ અર્થાત્ હોસ્પિટલ બનાવવા માટે દાનમાં આપી હતી. આ જ કારણ છે કે મ્યુઝિયમ બનાવવું અશક્ય હતું. જમીન કરારમાં હોસ્પિટલના બાંધકામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૂની સિવિલ હોસ્પિટલની ઈમારતને હેરિટેજ જાહેર કર્યા બાદ તેને મ્યુઝિયમ બનાવવાનું પણ આયોજન હતું, પરંતુ હવે તે રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Vadodara: હરિધામ સોખડામાં પોલીસ પહોંચી, હાઈકોર્ટના આદેશની અમલવારી કરી સંતોને વડોદરા કોર્ટમાં લઈ જવાશે

આ પણ વાંચોઃ Ahmedabad: બ્રિટનના પીએમ બોરિસ જોન્સનનું આગમન, ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">