Year Ender 2025 : આ ક્રિકેટરોએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, જુઓ ફોટો
થોડા દિવસ પહેલા 2025માં કેટલાક ભારતીય ખેલાડીઓએ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તો આજે આપણે જોશું કે, વર્ષ 2025માં ક્યા ક્યા ક્રિકેટરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.

ભારતીય ક્રિકેટર્સના રિટાયરમેન્ટનો સિલસિલો આ વર્ષે 2025માં પણ જોવા મળ્યો હતો. એક બાદ એક અનેક ભારતીય ખેલાડીઓએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જેમાં કેટલાક દિગ્ગજોના પણ નામ હતા. આ વર્ષે ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. તેમજ રોહિત શર્મા અને વિરાટ કોલીએ 2 ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે.

ભારતના વિકેટકીપર બેટ્સમેન રુદ્ધિમાન સાહે 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ ખેલાડીએ ભારત માટે છેલ્લી વનડે મેચ નવેમ્બર 2014માં રમી હતી. સાહે 2021માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

ભારતની ટેસ્ટ અને ટી20 ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ 2024 જીત્યાબાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લીધો હતો.

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. વિરાટ કોહલીએ પણ ટી20 વર્લ્ડકપ 2024 બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. રોહિતના ટેસ્ટ સંન્યાસના 5 દિવલ બાદ 1 2મેના રોજ આ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

ચેતેશ્વર પુજારાએ 24 ઓગસ્ટના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પુજારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાહેરાત કરી હતી. પુજારાએ ભારત માટે છેલ્લી વનડે મેચ જૂન 2014માં રમી હતી. પુજારાએ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

ભારતીય બોલર અમિત મિશ્રાએ 4 સપ્ટેમ્બરના રોજ ટેસ્ટ, ODI અને T20 સહિત તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અમિત મિશ્રાએ ભારત માટે છેલ્લી ODI ઓક્ટોબર 2016ના રોજ, છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2016ના રોજ અને છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ 2017માં રમી હતી. પરંતુ ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમય બહાર રહેવાના કારણે અમિત મિશ્રાએ 2025માં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહિત શર્માએ 3 ડિસેમ્બરના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. મોહતિ શર્માએ 26 વનડે અને 8 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
