AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂની કાર ખરીદતા પહેલા અંડરબોડીનું ઈન્સ્પેક્શન શા માટે મહત્વપૂર્ણ છે? જાણો, નહીં તો મોટું નુકસાન થઈ જશે

જૂની કાર ખરીદતા પહેલા અંડરબોડીનું ઈન્સ્પેક્શન કરાવવું એ તમારી સલામતી અને નાણાકીય સુખાકારી બંને માટે મહત્વપૂર્ણ છે. ઘણી કાર જે બહારથી ચમકતી દેખાય છે, તેની નીચે ઘણી સમસ્યાઓ (જેમ કે કાટ, એક્સિડેન્ટના નિશાન, લીક અને સસ્પેન્શન ખામી) હોઈ શકે છે.

જૂની કાર ખરીદતા પહેલા અંડરબોડીનું ઈન્સ્પેક્શન શા માટે મહત્વપૂર્ણ છે? જાણો, નહીં તો મોટું નુકસાન થઈ જશે
Image Credit source: AI Generated
| Updated on: Dec 05, 2025 | 8:46 PM
Share

જૂની કાર ખરીદતી વખતે લોકો ઘણીવાર બહારની ચમક, એન્જિનનો અવાજ અને ઇન્ટિરિયરની સ્થિતિ જોઈને જ નિર્ણય લે છે. જો કે, આની વાસ્તવિકતા કારની અંડરબોડીમાં રહેલું છે. આ એ ભાગ છે જ્યાં કાટ, એક્સિડેન્ટના નિશાન, લીકેજ અને સસ્પેન્શન અથવા બ્રેક સિસ્ટમની ખામી જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી શકે છે.

જો આ ખામીઓ સમયસર શોધી કાઢવામાં ન આવે, તો તે હજારોથી લાખો રૂપિયાનો ખર્ચ કરી શકે છે અને તમારી સલામતી પર મોટું જોખમ ઊભું થઈ શકે છે. આથી, સેકન્ડ-હેન્ડ કાર ખરીદતા પહેલા અન્ડરબોડી ઈન્સ્પેક્શન કરાવવું આજકાલ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

શું શું ધ્યાનમાં રાખવું?

અંડરબોડી એ એવો ભાગ છે, જે પાણી, કાદવ અને ભેજના સૌથી વધુ સંપર્કમાં આવે છે. વધુમાં જ્યારે કારનો ઉપયોગ વરસાદ અથવા પાણીવાળા વિસ્તારોમાં કરવામાં આવ્યો હોય, ત્યારે તેમાં જંગ ઝડપથી ફેલાય છે. જંગની અસર સસ્પેન્શન માઉન્ટ, સબ-ફ્રેમ અને ક્રોસ-માંબરને નબળું બનાવી દે છે, જેના કારણે કારની સ્ટ્રક્ચર સ્ટ્રેન્થ ઘટી જાય છે.

જો આ સમસ્યાને સમયસર પકડવામાં ન આવે, તો ધીમે-ધીમે આખી કારની સ્થિરતામાં અસર પડે છે અને ચલાવતી વખતે મોટું જોખમ ઊભું થઈ શકે છે. ઘણીવાર, કાર ડીલરો અથવા માલિકો અકસ્માતમાં થયેલા નુકસાનને ઉપરથી જ રિપેર કરે છે પરંતુ અન્ડરબોડી પર તેની સાચી નિશાની દેખાઈ જાય છે.

વળેલી ફ્રેમ, ખોટી રીતે કરવામાં આવેલી વેલ્ડિંગ, પેઇન્ટના અસમાન પેચ અને નબળા જોડાણથી ખબર પડે છે કે, કાર કોઈ મોટી અથડામણમાંથી પસાર થઈ છે. આવી કારમાં આગળ જઈને એલાઇનમેન્ટ, હેન્ડલિંગ અને સસ્પેન્શનની સમસ્યાઓ શરૂ થઈ જાય છે, જે મુસાફરીને અસુરક્ષિત બનાવી દે છે.

અંડરબોડી ઈન્સ્પેક્શન કેવી રીતે અસર કરશે?

અંડરબોડી ઈન્સ્પેક્શન દરમિયાન, મિકેનિક એન્જિન ઓઇલ, ગિયર ઓઇલ, બ્રેક ફ્લુઇડ, કૂલેન્ટ અને એક્ઝોસ્ટ સિસ્ટમમાં લીક શોધે છે. કેટલીકવાર, એન્જિન નીચે ઓઇલ જમા થવું એ ખરાબ સીલ અથવા ગાસ્કેટની નિશાની હોય છે. બ્રેક લાઇનમાં લીકેજ તમારી સલામતી માટે સીધો ખતરો છે. એક્ઝોસ્ટ પાઇપમાં કાટ અથવા તિરાડો કારના અવાજ અને માઇલેજ બંને પર અસર કરી શકે છે.

જૂની કાર ખરીદતી વખતે ફક્ત તેના દેખાવ પર આધાર રાખીને નિર્ણય લેવો લાંબાગાળે ખર્ચાળ સાબિત થઈ શકે છે. આ અંડરબોડી ઈન્સ્પેક્શન તમને એવી કાર પસંદ કરવામાં મદદ કરે છે, જેને તાત્કાલિક રિપેરિંગની જરૂર ન પડે.

આ પણ વાંચો: માર્કેટમાં બહુ જલ્દી લોંચ થશે Apple iPhone 17 Series નુ સસ્તુ મોડલ, પરંતુ પર્ફોર્મેન્સમાં નહીં આવે કોઈ કમી

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">