AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એરલાઈન કંપનીઓએ આફતમાં શોધ્યો અવસર, ફ્લાઈટો રદ્દ થવાની સમસ્યા વચ્ચે કંપનીઓએ ઍરફેરમાં કર્યો 5થી10 ગણો તોતિંગ વધારો

દેશભરમાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરો હાલ રઝળી પડ્યા છે. અચાનક ફ્લાઈટ્સ રદ થવાને કારણે અનેક સંખ્યાબંધ મુસાફરો અટવાયા છે અને તેમના સમયસર તેમના ગંતવ્યસ્થાને પહોંચી ન શક્યાનો અફસોસ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે હવે ઍરલાઈન કંપનીઓને પણ જાણે કમાઈ લેવાનું સૂઝ્યુ છે અને આફતમાં અવસર મળ્યો હોય તેમ ઍરફેરમાં 5 થી 10 ગણો વધારો કરી દીધો છે.

એરલાઈન કંપનીઓએ આફતમાં શોધ્યો અવસર, ફ્લાઈટો રદ્દ થવાની સમસ્યા વચ્ચે કંપનીઓએ ઍરફેરમાં કર્યો 5થી10 ગણો તોતિંગ વધારો
| Updated on: Dec 05, 2025 | 4:22 PM
Share

દેશભરના ઍરપોર્ટ્સ પર હાલ અંધાઘધુંધીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ સહિતના અનેક ઍરપોર્ટ્સ પર મુસાફરો રઝળી પડ્યા છે. અનેક ફ્લાઈટ્સ રદ થવાને કારણે ઍરપોર્ટ પર અંધાધુંધી જેવો સ્થિતિ સર્જાઈ છે. એકતરફ ફલાઈટ એટેડન્ટ્સ દ્વારા કોઈ સંતોષજનક જવાબ નથી મળ્યા તો બીજી તરફ સમયસર ફ્લાઈટ્સ ન ઉપડવાને કારણે અનેક મુસાફરોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. આ તમામ સમસ્યાઓનો હજુ કોઈ ઉકેલ આવ્યો નથી અને હજારો મુસાફરો અટવાયેલા છે. તેમા ઍર લાઈન્સ કંપનીઓેએ પણ તેમના ઍરફેરમાં વધારો કર્યો છે.

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ચોથા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આના કારણે આજે પણ 400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ 500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ત્યારે મોટા પાયે ફ્લાઈટ્સ રદ થવાથી સમગ્ર ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર પર અસર પડી છે. હવે, ઇન્ડિગો સહિત અન્ય ઍરલાઈન્સ કંપનીઓએ આપદામાં અવસરની તક ઝડપી લીધી છે અને ફ્લાઇટ ભાડામાં ઝડપથી વધારો કરવાનું શરૂ કર્યું છે. મુસાફરો અને બુકિંગ પોર્ટલોએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે ઘણી એરલાઇન્સ પર સ્થાનિક ક્ષેત્રની ટિકિટો હવે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે રિટર્ન ભાડા કરતાં વધુ મોંઘી છે.

આસામાને પહોંચ્યા ભાવ

લો કોસ્ટ કેરિયર ગણાતી સ્પાઈસ જેટ પણ અમુક રૂટની ફ્લાઈટ્સ માટે ₹80,000 સુધી ચાર્જ કરી રહી છે, જે સામાન્ય ભાડા ₹5,000-₹12,000 કરતા નોંધપાત્ર રીતે વધારે છે. ઍર ઇન્ડિયાની ટુ-સ્ટોપ ફ્લાઈટ પર ઈકોનોમી ક્લાસની ટિકિટનું વનવે ફેર ₹70,329 છે. ઉપરાંત, હૈદરાબાદથી ભોપાલ સુધીની લાસ્ટ મિનટ ઍર ઇન્ડિયા કનેક્શન પર, થ્રી સ્ટોપ સાથે, બિઝનેસ ક્લાસ ટિકિટ ₹127,090 સુધી પહોંચી ગઈ છે.

સ્પાઇસજેટની એક ટિકિટ, જેની કિંમત સામાન્ય રીતે ₹5,000 થી ₹8,000 ની વચ્ચે હોય છે, તે હવે વધીને ₹38,000 આસપાસ પહોંચી

દિલ્હી-બેંગલુરુની વન-વે ઇકોનોમી ટિકિટ ₹21,000 થી વધીને ₹52,694 થઈ ગઈ છે. આજે, દિલ્હીથી જયપુરનું ભાડું ₹88,000 છે, જ્યારે દિલ્હીથી ન્યૂયોર્કનું ભાડું ₹47,500 છે, અને દિલ્હીથી લંડનનું ભાડું ₹27,000 છે. આનો અર્થ એ થયો કે ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ આંતરરાષ્ટ્રીય ટિકિટ કરતા લગભગ બમણી કિંમતની છે. વધુમાં, દિલ્હીથી પટના અને બેંગલુરુની ટિકિટ પણ ₹40-40,000 માં વેચાઈ રહી છે.

ઇન્ડિગોમાં કેમ આવી ક્રુ મેમ્બરની અછત?

DGCA એ 1 નવેમ્બરથી ક્રૂ સભ્યો અને પાઇલટ્સ માટેના કામો સંબંધિત નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે. આને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમીટેશન કહેવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત પાઇલટ્સને અઠવાડિયામાં બે દિવસની રજા લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આનો અર્થ એ થયો કે નવા નિયમો હેઠળ, તેમને સપ્તાહમાં 48 કલાકનો આરામ આપવામાં આવશે, જે પહેલા 36 કલાકનો હતો.

ઉપરાંત, નાઈટ ડ્યુટી અને ડ્યુટી ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત હવે નાઈટ ડ્યુટી 12 AM–6 AM સુધી રહેશે અને નાઈટ શિફટની ઉડાનનો સમય 8 કલાક અને ઓવરઓલ ડ્યુટી સમય 10 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે. આ નિયમો પાઇલટ્સ માટે પૂરતો આરામ સુનિશ્ચિત કરવા અને સલામતી વધારવા માટે લાગુ કરવામાં આવ્યા હતા. આ નવા નિયમને કારણે પાઇલટ્સની માંગમાં અચાનક વધારો થયો, જેની અસર ઇન્ડિગો પર તેના વિશાળ નેટવર્કને કારણે સૌથી વધુ પડી. આ તરફ ઈન્ડિગોમાં ફ્લાઈટ્સમાં સર્જાયેલી કટોકટી બાદ DGCA એ FDTL નિયમ પાછો ખેંચી લીધો છે અને જણાવ્યું છે કે તે તાત્કાલિક અસરથી આદેશનો અમલ કરશે.

અનેકગણુ વાયુ પ્રદૂષણ ધરાવતી ચીનની રાજધાની બૈજિંગ કેવી રીતે બની ગઈ સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત.. શું ભારત દિલ્હી માટે અપનાવશે બૈજિંગ મોડેલ?

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">