સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં કોન્ટ્રાક્ટરે એક એવો રોડ બન્યો કે, ઉદઘાટનના માત્ર બે દિવસમાં જ હાથથી ડામર ઉખડતુ નજરે પડ્યું.,.,લોકોનો આક્ષેપ છે કે, કરોડો રૂપિયાનું કામ નબળી ગુણવત્તાનું કરી, કોન્ટ્રાક્ટરે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યો છે. તમે પણ ધ્યાનથી જુઓ આ રોડના દ્રશ્યો.,.,બે દિવસ પહેલા જ ફટાકડા ફોડીને, નારિયેળ ફોડીને આ રોડને ખુલ્લો મુકાયો હતો.,. અને આજે આખો ડામર રોડ હાથથી ઉખડતો નજરે પડ્યો.,.,ગામ લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે પૈસા ખાઈ લીધા અને અધિકારીઓ પણ હવે આંખ આડા કાન કરીને બેઠા છે.,.,આપને જણાવી દઈએ કે છાદરડાથી આકોદરા સુધીનો આ ૨.૫ કિલોમીટરનો રોડ જિલ્લા પંચાયતના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો.,.,જેમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતાં જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા હતા..,.હવે જોવુ રહ્યું કે આ અધિકારીઓ આ મામલે કેવી કાર્યવાહી કોન્ટ્રક્ટર સામે કરે છે.,., રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આવા અનેક રોડના કિસ્સા સામે આવ્યા છે. સવાલ એ છે કે, કરોડો રૂપિયા ખર્ચીને બનતા રોડ જો બે દિવસમાં તૂટવાના હોય, તો સરકારે પણ આ મામલે ગંભીરતા દાખવી કાર્યવાહી કરવી જોઈએ