સુરતમાં માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના, એક રત્નકલાકારે મરતા પહેલા આઠ લોકોને આપ્યું જીવનદાન

|

Oct 30, 2020 | 10:23 PM

ગુજરાતના સુરતમાં માનવતામાં મહેંક પ્રસરાવે તેવી એક ગૌરવશાળી ઘટના સામે આવી છે. અહીં, એક બ્રેનડેડ પિયુષ નારાયણ માંગુકિયાના પરિજનોએ મૃતકના ફેફસાં, લિવર, કિડની, સ્વાદુપિંડ અને આંખો સહિત આઠ અંગોનું દાન કરી આઠ લોકોને નવજીવન આપ્યું છે. રાજયમાં પ્રથમવાર આઠ અંગોના દાનની ઘટના બની છે. મૃતક પિયુષ માંગુકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા […]

સુરતમાં માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના, એક રત્નકલાકારે મરતા પહેલા આઠ લોકોને આપ્યું જીવનદાન

Follow us on

ગુજરાતના સુરતમાં માનવતામાં મહેંક પ્રસરાવે તેવી એક ગૌરવશાળી ઘટના સામે આવી છે. અહીં, એક બ્રેનડેડ પિયુષ નારાયણ માંગુકિયાના પરિજનોએ મૃતકના ફેફસાં, લિવર, કિડની, સ્વાદુપિંડ અને આંખો સહિત આઠ અંગોનું દાન કરી આઠ લોકોને નવજીવન આપ્યું છે. રાજયમાં પ્રથમવાર આઠ અંગોના દાનની ઘટના બની છે.

મૃતક પિયુષ માંગુકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા હતા. નોકરીએથી છુટીને પિયુષ પોતાની બિમાર પત્નીને મળવા અમરોલીમાં ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં પોતાના સાસરે ગયો હતો. ત્યાંથી રાત્રે 10 વાગે તે પરત ફરી રહ્યો હતો. ત્યારે સાયણ રોડ ચેકપોસ્ટ નજીક બાઇક સ્લીપ થવાથી પિયુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અકસ્માતમાં ઘાયલ થયા બાદ પિયુષને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં તેને આયુષ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જયાં ડોકટર હસમુખ સોજિત્રાએ તેના બ્રેનમાં લોહી જમા થવા મામલે ઇલાજ કર્યો હતો. 28 ઓક્ટોબરે ડો.સોજિત્રાએ પિયુષને બ્રેનડેડ ઘોષિત કર્યો હતો.

સુરતની ખ્યાતનામ ડોનેટ લાઇફ સંસ્થાએ પિયુષના પિતા નારાયણ ભાઇ અને અન્ય સભ્યને અંગદાન માટે રાજી કર્યા. બાદમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પિયુષનું હૃદય આણંદના બોરસદના 39 વર્ષના એક વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. ફેફસા મુંબઇની એચએન રિલાન્યસ હોસ્પિટલમાં 44 વર્ષના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. બે કિડની , લિવર અને સ્વાદુપિંડ જેવા અંગો અમદાવાદની આઇકેડીઆરસી હોસ્પિટલમાં ચાર અલગ-અલગ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. જયારે આંખોનું લોકદૃષ્ટિ ચક્ષુ બેંકમાં દાન કરાયું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:10 pm, Fri, 30 October 20

Next Article