કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને કોઇ આમંત્રણ આપ્યું નથી : સી.આર.પાટીલ

|

Nov 20, 2021 | 12:56 PM

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર મુદ્દે કરેલા નિવેદન પર સી આર પાટીલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે તે ભાજપના પૂર્વ કાર્યકર્તા હતા તેમજ મે તેમને પક્ષમાં આવવા માટે કોઇ આમંત્રણ નથી આપ્યું.

ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે . જો કે આ દરમ્યાન તેમણે કાર્યકર્તા સાથે વાતચીત કરી હતી તેમજ કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપનું સંગઠન મજબૂત છે તે કોઇપણ પડકારને ઝીલવા માટે તૈયાર છે.

તેમજ આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર મુદ્દે કરેલા નિવેદન પર પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમજ કહ્યું હતું કે ભાજપના પૂર્વ કાર્યકર્તા હતા તેમજ મે તેમને પક્ષમાં આવવા માટે કોઇ આમંત્રણ નથી આપ્યું.રાજકોટનું સંગઠન અત્યંત મજબૂત છે. તેમજ આગામી દિવસો પણ સંગઠન કોઇ ફેરફારને અવકાશ નથી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે અમરેલીના બાબરીયાધારના સમુહ લગ્નમાં સી.આર.પાટીલે કહ્યું હતું કે, મારા પક્ષના ઘણાં લોકો અમરિશ ડેરના મિત્રો છે. અમે અમરિશ ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે. સાથે જ પાટીલે હસતા હસતા કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે.

જેમાં સી.આર.પાટીલના નિવેદન બાદ અમરિશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે. તેમણે જે કહ્યું હશે તે જવાબદારી પૂર્વક કહ્યું હશે. આ ઉપરાંત મુકેશ પટેલ સાથેની મુલાકાત મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મુકેશ પટેલ મારા મિત્ર છે એટલે મુલાકાત થઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં માવઠામાં થયેલ પાક નુકસાનની ખેડૂતોને સહાય નહિ મળે

આ પણ વાંચો : Uttarakhand: બંધ થઇ જશે બદ્રીનાથ ધામના દરવાજા! મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા, મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું

Published On - 12:50 pm, Sat, 20 November 21

Next Video