AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાન સુપર લીગ છોડી IPLમાં રમશે આ ખેલાડી, KKR માં મુસ્તફિઝુર રહેમાનનું સ્થાન લેશે

પહેલા મુસ્તફિઝુર રહેમાનને બહાર કર્યો અને બાદમાં હર્ષિત રાણા ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ જતા KKR ની ફાસ્ટ બોલિંગ યુનિટ નબળી પડી ગઈ હતી. જો કે હવે આ યુવા ફાસ્ટ બોલર ટીમમાં સામલે થતા KKR ને ચોક્કસથી રાહત થઈ છે. ખાસ વાત એ છે કે આ ફાસ્ટ બોલરે IPLમાં રમવા પાકિસ્તાન સુપર લીગને છોડી દીધી છે.

Breaking News: પાકિસ્તાન સુપર લીગ છોડી IPLમાં રમશે આ ખેલાડી, KKR માં મુસ્તફિઝુર રહેમાનનું સ્થાન લેશે
muzarabaniImage Credit source: PTI
| Updated on: Mar 13, 2026 | 9:39 PM
Share

ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાની IPL 2026 માં KKR તરફથી રમશે. તે ટીમમાં મુસ્તફિઝુર રહેમાનનું સ્થાન લેશે. બ્લેસિંગ મુઝારાબાનીનો KKR સાથે કરાર થઈ ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 13 માર્ચે આ સમાચાર જાહેર કર્યા હતા. IPL 2026 28 માર્ચે શરૂ થશે. KKR એ જાહેરાત કરી કે મુઝારાબાની 17 માર્ચે ફ્રેન્ચાઈઝીમાં જોડાશે.

PSL છોડી IPL માં રમશે મુઝરાબાની

IPLમાં જોડાતા પહેલા બ્લેસિંગ મુઝારબાની પાકિસ્તાન સુપર લીગ (PSL) સાથે સંકળાયેલો હતો. બ્લેસિંગ મુઝારબાની PSLમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ ટીમનો ભાગ હતો. જોકે, તેણે IPL 2026 માં KKR માં જોડાવા માટે PSL માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. બ્લેસિંગ મુઝારબાની ગયા મહિને PSL હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. જોકે, ઇસ્લામાબાદ યુનાઇટેડે ત્યારબાદ તેને શમર જોસેફના સ્થાને સાઈન કર્યો હતો.

બીજી વાર IPLમાં રમશે

બ્લેસિંગ મુઝારાબાનીનો IPLમાં બીજીવાર ભાગ લેશે. મુઝારાબાની અગાઉ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. RCB એ પણ તેને કામચલાઉ રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો હતો.

મુઝરાબાનીએ મુસ્તાફિઝુરનું સ્થાન લીધું

બ્લેસિંગ મુઝારાબાની 17 માર્ચે IPL 2026 માટે કોલકાતા પહોંચશે. આ વર્ષની શરૂઆતમાં KKR એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનનો કરાર રદ કર્યો હતો, તેને લીગમાંથી બાકાત રાખ્યો હતો. KKR એ મુસ્તફિઝુરને ₹9.20 કરોડમાં સાઈન કર્યો હતો. KKR 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે IPL 2026 અભિયાનની શરૂઆત કરશે.

KKR માં મુખ્ય બોલરની ભૂમિકા ભજવશે

IPL 2026 શરૂ થવા પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ફટકો પડ્યો છે. તેમનો મુખ્ય ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. એવામાં બ્લેસિંગ મુઝારાબાનીના ટીમમાં સામેલ થવાથી તેમની બોલિંગ યુનિટ બેલેન્સ થઈ જશે.

Breaking News: IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી થયો આખી સિઝનમાંથી બહાર

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">