AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઋષિ કપૂરનું નામ પરવાનગી વગર વાપરી શકાશે નહી, કપૂર પરિવારે કોપીરાઈટ માટે કોર્ટમાં અરજી કરી

હવે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વગર દિવંગત અભિનેતા ઋષિ કપૂરના નામનો ઉપયોગ કરશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. કારણ કે કોઈપણ કમર્શિયલ લાભ માટે ઋષિ કપૂરના નામનો ઉપયોગ કરવા માટે કપૂર પરિવારની પરવાનગીની જરૂર પડશે.

Breaking News : ઋષિ કપૂરનું નામ પરવાનગી વગર વાપરી શકાશે નહી,  કપૂર પરિવારે કોપીરાઈટ માટે કોર્ટમાં અરજી કરી
| Updated on: Mar 13, 2026 | 2:41 PM
Share

Rishi Kapoor Name Copyright : ઋષિ કપૂર હિન્દુ સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતામાંના એક છે.બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપુરનું નિધન વર્ષ 2020માં થયું હતુ. તેના નિધનના 6 વર્ષ પછી કપૂર પરિવારે એક મોટું પગલું લીધું છે. કપૂર પરિવાર ઋષિ કપૂરનું નામ અને વારસો બચાવવા માટે કોર્ટમાં ગયા છે.

કપૂર પરિવારના આ પગલા બાદ કોઈ પણ પરિવારની પરવાનગી વગર દિવંગત અભિનેતાના નામનો કમર્શિયલ ઉપયોગ કરી શકશે નહી. જેનાથી ઋષિ કપૂરના નામનો ખોટો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગશે.

એક રિપોર્ટ મુજબ કપૂર પરિવારને હાલમાં ઋષિ કપૂરના નામનો કોપિરાઈટ કરવાની પરવાનગી મળી ગઈ છે. જેનાથી એ પાક્કું થયું છે કે, કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા,ઋષિ કપુરના નામ કોઈ પ્રોફેશનલ, કર્મિશયલ કે પબ્લિક ઉપયોગ કરવા માંગે છે. તો તેને તેના પરિવારની પરવાનગી લેવી પડશે.

ઋષિ કપૂરના નામનો કોપીરાઈટ

આ કોપીરાઈટ મુજબ જે કોઈ પણ વ્યક્તિ કે કંપની ઋષિ કપૂરના નામનો ઉપયોગ કરવા માંગે છે. તે કોઈ પણ રીતે તેના નામનો ઉપયોગ કરવા માંગે છે. તો આ પરિવાર પાસે પહેલા પરમિશન લેવી પડશે. કપૂર પરિવારની પરમિશન વગર ઋષિ કપૂરના નામનો ઉપયોગ કરી શકાશે નહી. જો કોઈએ આવું કર્યું તો તેના પર એક્શન લેવામાં આવશે. પરિવારે આ પગલું એટલા માટે લીધું કારણ કે, દિવંગત અભિનેતાના નિધન બાદ તેના નામ અને વારસાનો ખોટો ઉપયોગ કરવામાં આવે નહી.

આ માટે લેવામાં આવે છે કોપીરાઈટ

જાણકારી મુજબ તમને જણાવી દઈએ કે, હાલના વર્ષોમાં અનેક સેલિબ્રિટી અને પબ્લિક પર્સનાલિટીએ પોતાના વારસા સાથે જોડાયેલા નામ, ફોટોગ્રાફી તેમજ ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને બચાવવા માટે કાનુની પગલું લીધું છે. આવા પગલાં ઘણીવાર અનધિકૃત વ્યાપારી ઉપયોગને રોકવા માટે લેવામાં આવે છે, જેમાં વેપાર, બ્રાન્ડ સંગઠનો અથવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જે પરવાનગી વિના જાહેર વ્યક્તિની ઓળખનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે.

કપૂર પરિવાર આખો સેલિબ્રિટીથી ભરેલો, એક તો બોલિવુડનો હતો રોમેન્ટિક હિરો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">